રજુઆત:ખેડબ્રહ્મામાં અનાજ પર 5 % GSTના વિરોધમાં આવેદન

ખેડબ્રહ્મા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડબ્રહ્માના ગ્રેઇન એન્ડ સીડ્સ મર્ચન્ટ એસોસિએશન દ્વારા અનાજ પર 5 ટકા જીએસટીના વિરોધમાં પ્રાંત અધિકારીને આવેદન આપી શનિવારે હરાજીથી દૂર રહેવાનું નક્કી કરાયું હતું. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીની બેઠકમાં અનાજ પર 5 ટકા જીએસટી લાગુ કરતાં ફૂગાવો વધશે અને ગરીબો માટે ખાદ્ય સામગ્રી મોંઘી થશે. નાના ઉદ્યોગકારો દાળ વગેરે ઉત્પાદન કરે છે તેઓને માર્કા વગર વેપાર કરવો ખુબજ મુશ્કેલ થઈ જશે.

જેથી ખેડબ્રહ્મા ગ્રેઇન એન્ડ સીડ્સ મર્ચન્ટ એસોસિએશને આ 5 ટકા વધારાનો વિરોધ કરી શનિવારે માર્કેટયાર્ડની હરાજીમાં ભાગ લેશે નહીં. એસો. પ્રમુખ ઠાકર અનિલકુમાર રવિન્દ્રભાઇ, ઉપપ્રમુખ મહેતા ચેતનકુમાર હસમુખલાલ, ખજાનચી મિલનકુમાર ડાહ્યાલાલ, એ.પી.એમ.સી ડિરેક્ટર મણીલાલ સહિત વેપારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...