વિવાદ:પરિણીતાએ ભરણપોષણનો કેસ પાછો ખેંચી લેતાં ફરીથી ત્રાસ આપવાનું શરૂ

ખેડબ્રહ્મા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડબ્રહ્મામાં રહેતા સોનલબેનને તેમના સાસરીવાળા ઘરકામ બાબતે અને વહેમ રાખી માનસિક અને શારિરિક ત્રાસ ત્રાસ આપતાં સોનલબેને પતિ, સાસુ અને બે નણંદ વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વડાલીના સોનલબેન કાંતિભાઈ પ્રજાપતિના લગ્ન ખેડબ્રહ્માના દિનકરભાઈ હેમચંદભાઈ પ્રજાપતિ સાથે 20 વર્ષ અગાઉ થયા હતા. લગ્ન બાદ સાસરીવાળા સારું રાખતા ન હોઇ પાંચ વર્ષ અગાઉ સોનલબેન પિયર જતાં રહ્યા હતા અને ભરણપોષણનો કેસ કર્યો હતો. ત્યાર બાદ સમાધાન થતાં તા.03-01-22 થી તેઓ સાસરી ખેડબ્રહ્મા રહેવા આવ્યા હતા.

સોનલબેને જ્યાં સુધી કેસ પાછો ન ખેંચેલ ત્યા સુધી તેઓને સારું રાખતા હતા પણ કેસ પરત લેતા પતિ દિનકરભાઈ, સાસુ દિવાબેન હેમચંદભાઇ પ્રજાપતિ, નણંદ જયશ્રીબેન હેમચંદભાઇ પ્રજાપતિ અને બીજા નણંદ ભાવનાબેન રાજેશભાઈ પ્રજાપતિ (રહે. ખેડબ્રહ્મા)એ અવાર નવાર ઘરકામ બાબતે તેમજ ખોટો વહેમ રાખી શારીરીક તેમજ માનસિક ત્રાસ નાખવાનું ચાલુ કરી દીધું હતું.તા.23-05-22 ના રોજ સોનલબેનની લગ્નતિથીના દિવસે સાંજે ઘરે જમવા બાબતે ઝઘડો થતાં સોનલબેને પિયરમાં જાણ કરી હતી અને તે સમયે સાસુ તથા નણંદોને દિનકરભાઈએ બોલાવી લેતા તેઓ આવી ગયેલા અને રાત્રે સોનલબેનના પિયર ભાઇ વિપુલભાઇ કાન્તીભાઈ પ્રજાપતિ, કાકાના દીકરા સંજયભાઇ જસંવતભાઇ પ્રજાપતિ તથા માતા મધુબેન કાન્તિભાઇ પ્રજાપતિએ આવી દિનકરભાઈને પૂછેલ કે કેમ ઝઘડો કર્યો જેથી દિનકરભાઈએ કહ્યું કે અહિંથી લઈ જાવ મારે રાખવા નથી તેમ કહી સોનલબેનના ભાઇઓ તથા માતાને માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...