કાર્યવાહી:ખેડબ્રહ્મા નગરપાલિકાના મહિલા સદસ્યાને હોદ્દા પરથી દૂર કરવા હુકમ

ખેડબ્રહ્મા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સદસ્ય સતત 5 મિટિંગમાં હાજર રહેતા કાર્યવાહી

ખેડબ્રહ્મા નગરપાલિકામાં ગત સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નં. 4 માથી ચૂંટાયેલ મહિલા સદસ્ય સતત 5 મિટિંગમાં ગેરહાજર રહેતા સા.કાં. કલેક્ટરે તેમને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરતા ખળભળાટ મચી ગયો હતો. ખેડબ્રહ્મા પાલિકામાં વોર્ડ નં. 4 માંથી સામાન્ય મહિલા સીટ પર ભાજપના ઉમેદવાર પટેલ સોનુબેન ઇશ્વરભાઇ ચૂંટાયા હતા. સોનુબેન તા.30-09-2020, 28-10-2020, 29-01-2021, 27-05-2021, 29-7-2021 ની સામાન્ય સભામાં સતત ગેરહાજર રહ્યા હોવાથી ગુજરાત મહાનગર પાલિકા અધિનિયમ 1913 ની કલમ 39 ની પેટા કલમ 1 (ખ) હેઠળ કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અને ગુજરાતપાલિકા અધિનિયમ-1963ની કલમ 39 મુજબ કાર્યવાહી કરવા ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારી દ્વારા અભિપ્રાય અપાયો હતો. સોનુબેને ગત તા. 19-05-2022 ના રોજ મુદતમાં મૌખિક અને લેખિત જવાબમાં જણાવ્યાનુસાર આ સભામાં તેઓ હાજર હતા પંરતુ તેમના વોર્ડના કામ થતાં ન હોય તેમણે સહીઓ કરી ન હતી. સાબરકાંઠા કલેક્ટરે તા. 31-05-2022 ના રોજ સોનુબેન પટેલ પાલિકાની સામાન્ય સભામાં સતત 4 સભાઓમાં ગેરહાજર પાલિકાના સભ્યપદ પરથી દૂર કરી બેઠક ખાલી પડેલ હોવાનું જાહેર કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...