દુર્ઘટના:ખેડબ્રહ્માના આગિયા નજીક કાર અને બાઇક ટકરાતાં એકનું મોત

ખેડબ્રહ્મા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાળો અને બનેવી પાઇપલાઇનનું કામ જોઇ બાઇક પર આવતા હતા

ખેડબ્રહ્માના આગિયા પાસે કારે બાઇકને ટક્કર મારતાં બે લોકોને ઇજાઓ પહોંચી હતી જેમાં એક વ્યક્તિનું સારવારમાં મોત થતાં કાર ચાલક વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ હતી. ખેડબ્રહ્માના ગુંદેલમાં હરિપ્રસાદ કન્સ્ટ્રકશન કંપનીનું કામ ચાલુ છે. જ્યાં મજૂરી માટે દાહોદના મિનેશભાઇ લાલસિંહ ડામોર અને તેમના મામાના જમાઈ અરવિંદભાઇ હીરાભાઈ તાવિયાડ (32) અને બનેવી રામજીભાઇ ખીમજીભાઇ ભાંભોર (30) રહે.દાહોદના મજૂરી કામે આવેલ હતા.

ગત તા. 10 જુલાઇના રોજ બપોરે ત્રણ વાગે રામજીભાઇ ભાંભોર તેમનું બાઇક GJ 20 AF 2425 નું લઇ તેની પાછળ અરવિંદભાઇ તાવીયાડને બેસાડી આગીયાથી પાઇપલાઇનનું કામ જોઇ ગુંદેલ તરફ આવતા હતા. ત્યારે આગીયાની સીમમાં કાર નં. GJ 06 CM 0284 એ રામજીભાઇના બાઇકને પાછળથી ટક્કર મારતાં તેઓ રોડ ઉપર ફેંકાયા હતા. સ્થાનિકો સારવાર માટે ખેડબ્રહ્મા સિવિલમાં લઇ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અરવિંદભાઇ તથા રામજીભાઇને હિંમતનગર સિવિલમાં રિફર કરાયા હતા. અરવિંદભાઇને કમ્મરના ભાગે તથા માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...