આવેદન:પ્રેમલગ્નમાં મા-બાપની સંમતી ફરજિયાત કરો

ખેડબ્રહ્માએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડબ્રહ્મા સાડી સત્તાવીસ આંજણા પાટીદાર યુવક સંઘ દ્વારા આવેદન અપાયું
  • જે તે વિસ્તારના પાંચ પ્રતિષ્ઠિત વ્યક્તિઓની સાક્ષીએ લગ્ન રજિસ્ટર કરાવવા માંગ

ખેડબ્રહ્મા સાડી સત્તાવીસ આંજણા પાટીદાર યુવક સંઘ દ્વારા પ્રેમલગ્નોમાં માતા અને પિતાની સંમતી ફરજિયાત કરવા પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું. ખેડબ્રહ્માના સાડી સત્તાવીસ આંજણા પાટીદાર યુવક સંઘ દ્વારા પ્રાંત અધિકારી એચ.યુ.શાહને આવેદન આપી રજૂઆત કરાઈ હતી કે ખેડબ્રહ્મા તાલુકામાં સાડી સત્તાવીસ આંજણા પાટીદાર સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરી પશુપાલનના ધંધા સાથે સંકળાયેલ છે. છેલ્લા 10 વર્ષથી પુખ્ત ઉંમરની યુવતીઓ પ્રેમલગ્નના હુલામણા નામ હેઠળ પ્રેમલગ્ન, કોર્ટલગ્ન કરે છે.

સમાજમાં પારસ્પરિક સંબંધો છિન્નભિન્ન થઈને ભાંગી પડતાં હોય છે. આ છિન્નભિન્ન સમાજ વ્યવસ્થાને પુનઃ ધબકતી કરવા અને આવા આવેશમાં આવીને કરેલા લગ્નો થતા અટકાવવા ગુજરાત કક્ષાએ સમાજના વ્યાપક હિતમાં હિન્દુ મેરેજ એક્ટમાં એમેન્ડમેન્ટ (સુધારો) કરવા માંગ કરી હતી.

જેમાં કોઈપણ પુખ્તવયની યુવતી પ્રેમલગ્ન / કોર્ટમેરેજ કરવા માંગતી હોય તો સૌપ્રથમ આ યુવતીએ પોતાના માતા-પિતા ભાઈ-બહેન જે ગામ શહેરના હોય તે ગામની લોકલ બોડી જેવી કે પંચાયત પાલિકા કે મ્યુનિસીપલ કોર્પોરેશન હોય તેમાં યુવતીના માતા-પિતાને હાજર રાખી જે તે વિસ્તારના પાંચ પ્રતિષ્ઠિત વ્યક્તિઓની સાક્ષીએ 'લગ્ન રજીસ્ટર કરાવવામાં આવે અને જે તે લોકલબોડીનું ‘કામચલાઉ પ્રમાણપત્ર’ મેળવીને જ કોઈપણ કોર્ટમાં રજૂ કરી ફાઈનલ મેરેજ પ્રમાણપત્ર મેળવી શકે અને તે જ કાયદેસર કોર્ટ લગ્ન ગણાય આ પ્રકારનો સુધારો કરવા માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...