ફફડાટ:ખેડબ્રહ્માના નાકાની સીમમાં દીપડાનો વનરક્ષક પર હુમલો

ખેડબ્રહ્મા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીપડાની શોધખોળ કરવા જતાં હુમલો કર્યો

ખેડબ્રહ્માના નાકા ગામ અને આજુબાજુના વિસ્તારમાં દીપડો હોવાની જાણ વનવિભાગને થતાં શોધખોળમાં જતાં દીપડાએ વનરક્ષક પર હુમલો કરતાં ચકચાર મચી હતી.તાલુકાના નાકા ગામ અને આજુબાજુના વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી દીપડો ફરતો હોવાની જાણ સ્થાનિકોને થતાં ભયનો માહોલ છવાયો હતો.

ગુરૂવાર સાંજે છ વાગે ખેડબ્રહ્મા વન વિભાગ તેની શોધખોળ માટે જતા વનરક્ષક દિલીપ ચૌધરી પર હુમલો કરતાં તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. સ્થાનિકોમાં ચર્ચા મુજબ આ વિસ્તારમાં એક નહીં પણ બે દીપડા દેખાય છે. આ અંગે ખેડબ્રહ્મા આર..એફ.ઓ. અજીતસિંહ ભાટીનો સંપર્ક કરવા જતાં તેમણે ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી.

અન્ય સમાચારો પણ છે...