ખેડબ્રહ્મા નગર પાલિકા વિસ્તારમાં પાલિકા ધ્વારા આર.સી. સી રોડ ઉપર ડામર રોડ નાખવાનું કામ કરવામાં આવેલ છે જે કામમાં ગુણવત્તા ના હોય ભ્રષ્ટાચાર થયાનો ગામના બે નાગરિકોએ આક્ષેપ કરી ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષારભાઈ ચૌધરીને રજૂઆત કરતાં તેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી કામનું બિલ અટકાવવા માંગ કરી છે.
ખેડબ્રહ્મા નગપાલિકાના પેટ્રોલપમ્પથી રેલ્વે સ્ટેશનથી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અને લક્ષ્મીપુરા ચાર રસ્તાથી વાસણા રોડ સુધી આર.સી.સી. રોડ ઉપર ડામર રોડ નાખવામાં આવેલ છે આ કામ ગુણવતા વાળું ના હોય ખેડબ્રહ્માના વિનયકુમાર મહેતા અને નયનભાઈ મોદી ધ્વારા આ રોડમાં ગેરરીતિઑ થયેલ જે અંગે ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ના આવતા સ્વાગત કાર્યક્રમમાં પણ અરજી કરી હતી.
ત્યાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતા બંને વ્યક્તિઓએ ખેડબ્રહ્માના ધારાસભ્ય ડો. તુષારભાઈ ચૌધરીને રજૂઆત કરતાં તેમણે મુખ્યમંત્રીને રાજુઆત કરી સક્ષમ અધિકારીને તપાસના આદેશ આપી અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી ડામર રોડના કામનું પેમેન્ટ અટકાવવા સૂચના આપવા માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.