હાલાકી:ખેડબ્રહ્મામાં પાલિકાએ ઠેરઠેર ખોદકામ કરી પૂરું ન કરતાં ચોમાસામાં લોકો હેરાન

ખેડબ્રહ્મા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભક્તિનગર અને વાસણા રોડ પર પાણી નિકાલના કામો અધૂરા

ખેડબ્રહ્મામાં પાલિકાએ વિવિધ વિસ્તારમાં ખોદકામ કરી લાંબા સમયથી કામ પૂર્ણ ના કરતાં લોકોમાં રોષ ફેલાયો છે. શહેરના ભક્તિનગર અને વાસણા રોડ પર ચોમાસુ પાણીની નિકાલ માટે કરેલ કામ અધૂરા હોઇ લોકોને મુશ્કેલી પડી રહી છે. ભક્તિનગર વિસ્તારમાં ચોમાસામાં ભરાતા પાણીના નિકાલ માટે ઉનાળામાં ખોદકામ શરૂ કરાયુ હતું.

પરંતુ હજુ સુધી કામ પૂર્ણના થતાં ચોમાસુ શરૂ થતાં પાણી ભરાવા લાગ્યું છે. ભક્તિનગરના રહીશોના જણાવ્યા અનુસાર બે માસ કરતાં વધુ સમય થવા છતાં કામ પૂર્ણ કરાયુ નથી. જેથી લોકોને ઘરમાંથી બહાર નીકળવા પણ મુશ્કેલી પડી રહી છે. જ્યારે બાજુમાં આવેલ ઇંગ્લિશ સ્કૂલના બાળકોમાં પડી જવાના બનાવો બન્યા છે.

આ ઉપરાંત વાસણા રોડ પર આવેલ બ્રહ્મા બંગલો પાસે રોડ બંધ કરી ખાડો ખોદી પાણીનો નિકાલ માટેની વ્યવસ્થા કરાઇ રહી છે જેથી વાસણા, નીચીધનાલ, રુદ્રમાલા, પાદરડી અને આગળ આવેલ સોસાયટીના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ કામ ચોમાસામાં શરૂ કરતાં લોકોને સાચવીને જવું પડી રહ્યું છે અને મોટા વાહનોને સોસાયટીઓમાંથી પસાર થવું પડતું હોઇ ખેડૂતોને ભારે તકલીફ પડતી હોય આ કામ સત્વરે પૂરું કરવામાં આવે તેવી લોકોની માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...