ખેડબ્રહ્મા તાલુકામાં શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે પાણી પુરવઠા હસ્તકની 536.78 કરોડની વિવિધ જૂથ પાણી પુરવઠાની યોજનાઓનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાયું હતું. ખેડબ્રહ્માની આરડેકતા કોલેજમાં મુખ્યમંત્રીની હાજરીમાં સાબરકાંઠામાં પાણી પુરવઠા હસ્તકની રૂ.136.43 કરોડના ખર્ચે પૂર્ણ કરાયેલી યોજનાઓનું લોકાપર્ણ જ્યારે રૂ. 400 કરોડના ખર્ચે નવી આકાર પામાનાર વિવિધ જૂથ યોજનાઓનું ખાતમુહૂર્ત કરાયુ હતું.
સમારંભના મુખ્ય મહેમાન તરીકે પાણી પુરવઠા અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, અન્ન નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદ રમીલાબેન બારા, દીપસિંહ રાઠોડ, અશ્વિનભાઈ કોટવાલ, ધીરજભાઇ પટેલ, જે.ડી. પટેલ સ્ટેજ ઉપર હાજર રહ્યા હતા. રમીલાબેન બારાએ અશોક સ્તંભ અને આરડેકતા ઈન્સ્ટીટ્યુટ તરફથી આર,ડી, પટેલ દ્વારા માતાજીની ચાંદીની મૂર્તિ આપી સ્વાગત કર્યું હતુ.
મુખ્યમંત્રીએ રાસાયણિક ખાતર સામે પ્રાકૃતિક ખેતી કરવા લોકોને આગ્રહ કર્યો હતો પ્રાકૃતિક ખેતીથી ફાયદા થયા છે અને સારો ભાવ પણ મળી રહે છે. પહેલા જાતિ આધારિત રાજનિતી કરાતી હતી પણ હવે વિકાસની રાજનીતિ કરાય છે. યોજનાઓથી 119 ગામોમાં 2.09 લાખની વસ્તીને દરરોજ 3.66 કરોડ લિટર પાણી તથા ધરોઇ ડેમ આધારિત યોજનામાં ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના તાલુકાના 171 ગામોમાં 3.42 લાખ લોકો માટે રોજનું પાણી આપવાની ક્ષમતા છે. જ્યારે વિજયનગર તાલુકા માટે વણજ ડેમ આધારિત યોજનાનું ખાતમુહર્ત્ત કરાયું હતું.
વિજયનગર અને તાલુકાના 61 ગામ માટે 64.93 કરોડની યોજના અને ગુહાઈ ડેમ આધારિત હિંમતનગર, તલોદ, પ્રાંતિજ, તાલુકા માટે 187 ગામનો સમાવેશ કરી 75.47 કરોડની યોજનાનુ ખાતમુહૂર્ત કરાયું હતું. મોટીસંખ્યામાં લોકો હાજર હતા.
નારાજ થયાની વાત સાવ વાહીયાત:રમણલાલ વોરા
નારાજ થયાની વાત વાહીયાત અને ઉપજાવી કાઢેલ છે નારાજ થવાનો કોઈ પ્રશ્ન જ નથી મને કોઈએ સ્ટેજ પર જવાનું કહ્યું જ નથી અને હું જાતે સ્ટેજ પર જતો રહું એ વ્યાજબી નથી. હું લોકોની વચ્ચે બેઠો હતો.અને જેટલા હોય તે બધાને સ્ટેજ ઉપરના બેસાડાય. લોકો વચ્ચે બેસવામાં ખોટું શું છે. નેતાએ લોકો વચ્ચે બેસવાની ટેવ પાડવી જોઈએ સિંહાસન પર જ બેસવું જરૂરી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.