હાલાકી:ખેડબ્રહ્મામાં અંબિકા માતાજી મંદિરની ગટર છેલ્લા 3 માસથી ઉભરાતાં ખેડૂતોને મુશ્કેલી

ખેડબ્રહ્મા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 દિવસ પહેલા એક ખેડૂત લપસી પડતાં હાથે અને પગે ઈજાઓ પહોંચી હતી
  • વારંવાર મંદિર ટ્રસ્ટીઓને રજૂઆત કરવા છતાં આ ગંદકી દૂર કરાતી નથી: ખેડૂતો

ખેડબ્રહ્મા ગામ વિસ્તારમાં શીતળા માતાજી મંદિર પાછળ ગામ વિસ્તારના ખેડૂતોના ખેતર આવેલ છે. જ્યાં અંબિકા માતાજી મંદિરની ગટર ઉભરાઈ પાણી રોડ પર વહેતા ખેડૂતોને પસાર થવું મુશ્કેલ થઈ ગયું છે. ગામના નટવરભાઈ કે. પટેલ, હાથીભાઈ જે. પટેલ, કલ્પેશભાઈ વી. પટેલ, જગદીશભાઈ એન. પટેલ સહિતના ખેડૂતોના જણાવ્યા અનુસાર અંબિકા માતાજી મંદિર સંકુલમાં આવેલ ધર્મશાળા અને રૂમ સહિત અન્ય ગટરનું ગંદુ પાણી ચીખલા રોડ પર કઢાય છે. ત્યાંથી ગટર ઉભરાઈ શીતળા મતાજી મંદિર પાસે નેળિયામાંથી અમારા ખેતરોમાં જવાના રસ્તા ઉપર વહે છે. છેલ્લા ત્રણેક માસથી આ તકલીફ હોવાના કારણે વારંવાર ટ્રસ્ટીઓને રજૂઆત કરવા છતાં આ ગંદકી દૂર કરાતી નથી. અમારે સવાર સાંજ આ ગંદકીમાંથી પસાર થવું પડે છે. 4 દિવસ પહેલા એક ખેડૂત લપસી પડતાં હાથે અને પગે ઈજાઓ પહોંચી છે. આ વિસ્તારની મહિલાઓએ આક્રોશ સાથે કહ્યું કે બાળકો બીમાર પડી રહ્યા છે. જો નિકાલ નહીં આવે તો હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ખેડૂતોના જણાવ્યા અનુસાર આ ગંદુ પાણી અમારા કૂવાઓમાં શોષાતું હોઈ પશુઓએ પણ પાણી પીવડાવી શકાતું નથી.

અન્ય સમાચારો પણ છે...