તસ્કરી:ખેડબ્રહ્મા દેના ગ્રામીણ બેન્કમાંથી 2 મહિલાઓ દ્વારા રૂ.1 લાખની તફડંચી

ખેડબ્રહ્માએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બે મહિલાઓ બેન્કના સીસીટીવી કેમેરામાં કેદ - Divya Bhaskar
બે મહિલાઓ બેન્કના સીસીટીવી કેમેરામાં કેદ
  • ખેડબ્રહ્માના ખેરોજના શખ્સ કેસીસીની રકમ ઉપાડવા આવ્યા હતા

ખેડબ્રહ્મા શહેરના સરદાર પટેલ રોડ પર આવેલ દેના ગુજરાત ગ્રામીણ બેન્કમાંથી એક વ્યક્તિની થેલીમાંથી 1 લાખ લઈ બે મહિલાઓ ફરાર થઈ ગઈ હતી. ખેડબ્રહ્માના ખેરોજના રમેશભાઈ અમૃતભાઈ પંચાલ પોતાની કેસીસીની 133000 ની રકમ લેવા આવ્યા હતા તમને દેના ગુજરાત ગ્રામીણ બેન્કમાંથી 133000 ઉપાડ્યા હતા અને થેલીમાં મૂક્યા હતા અને બેન્કમાંથી બહાર નીકળી થોડી આગળ જઇ ચા ની હોટલ પર બેઠા હતા જ્યા થેલીમાં જોતાં 500 ના બે બંડલ થેલીમાં ન હતા. બાકીના છૂટા 33000 થેલીમાં હતા જેથી ત્યાંથી પાછા બેંકમાં આવી જાણ કરી હતી જેથી મેનેજરે પોલીસને જાણ કરી હતી.

પોલીસે બેંકમાં આવી સીસીટીવી ફૂટેજ જોતાં રમેશભાઈ બેન્કમાંથી બહાર આવતા હતા ત્યારે એક મહિલા તેમની આગળ આવી હતી અને પાછળથી બે મહિલાઓએ થેલીમાંથી રકમ કાઢી લીધી હતી. જેથી પોલીસે વધુ તપાસ માટે આજુબાજુની બેંકોના સીસીટીવી ચેક કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...