વિરોધ:કોંગી નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતાં વિરોધ

ખેડબ્રહ્મા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજયનગર અને ખેડબ્રહ્મામાં ભાજપે આવેદન આપી વિરોધ નોંધાવ્યો

તાજેતરમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ભારતના પહેલા આદીવાસી રાષ્ટ્રપતિ વિષે અભદ્ર ટીપ્પણી કરતાં ખેડબ્રહ્મા તાલુકા ભાજપ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન અપાયું હતું. આદિવાસી સમાજ સખ્ત શબ્દોમાં વખોડે છે અને રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી જેમની જાહેરમાં માફી માંગે તેમજ તેમની સામે જરૂરી કાયદાકીય રાહે પગલા ભરવા સમસ્ત આદિવાસી સમાજની માંગણી કરાઇ છે.

આ આવેદન આપવા માટે સાબરકાંઠા જિલ્લા આદિજાતિ પ્રમુખ લુકેશભાઇ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શિવાભાઈ, તાલુકા ભાજપ પ્રમખ સુરેશભાઇ, તાલુકા પ્રભારી રવિન્દ્રભાઈ સહિત આદિવાસી સમાજના આગેવાનો અને ભાજપના કાર્યકરો જોડાયા હતા.

વિજયનગર તાલુકા પંચાયતના પટાંગણમાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી ના મહામહિમ રાષ્ટ્રપતિ કે જે સ્વતંત્ર ભારત ના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ છે તેમના પદનું હલકી કક્ષાની ભાષા વાપરીને અપમાન કર્યુ તેના વિરોધમાં, સંગઠન મહામંત્રી કિરીટભાઈ સડાત, જિલ્લા સંગઠન મંત્રી તેજભાઈ પટેલ, ચિત્રોડી સરપંચ ધનેશ્વર ડામોર,તાલુકા સદસ્યો તથા કાર્યકર્તાઓની હાજરીમાં વિરોધ પ્રદર્શન કરાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...