ખેડબ્રહ્માના સ્ટેશન વિસ્તારમાં રહેતા વ્યકિતએ પોતાની માલિકીની મિલકત શખ્સને 11 માસના ભાડા પટ્ટે આપી હતી. પરંતુ ભાડે રાખનારે મિલકત ખાલી ન કરતો હોઇ તેની વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર માણેકચોકમાં રહેતા અભિનંદન પ્રકાશચંદ્ર જૈને ગત માર્ચ 2021 માં ખેડબ્રહ્માના સર્વે નં.186 (સી.સ.નં.6239/ક પૈકી) પ્લોટ નં.91 પૈકી 40-65 ચો.મી.ની જમીન સોની જગદીશકુમાર મેલાચન્દ્ર પાસેથી વેચાણ રાખેલ હતી. જે મકાન મિલ્કત અશોકભાઇ મેલાપચંદ સોની (રહે.ગણેશ સોસાયટી, અંબિકા માતાજી ટ્રસ્ટના પ્લોટની બાજુમાં ખેડબ્રહ્મા)ને માર્ચ 2021 માં નોટરી ભાડા કરાર કરી 11 માસના કરારથી ભાડે આપી હતી.
પરંતુ તે ભાડા કરારની શરત મુજબ છેલ્લા ત્રણ માસથી પાલન કરતાં ન હોઇ અભિનંદનભાઈએ વકીલ મારફતે નોટિસ આપી હતી. પરંતુ તેમને નોટિસનો કોઇ જવાબ ન આપી જગ્યા ખાલી કરી ન હતી. જેથી માલિકીની મિલ્કતમાં ગેરકાયદેસર અનઅધિકૃત કબ્જો કરી પડાવી લીધેલ હોઇ ખાલી કરતા ન હોવાથી અશોકભાઇ મેલાપચંદ સોની વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.