ઢોરમારમાર્યો હોવાની રજૂઆત:અમદાવાદ પોલીસે 8 આદિવાસી યુવકોને મારતાં ખેડબ્રહ્મા મામલતદારને આવેદન

ખેડબ્રહ્મા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા આવેદન અપાયું - Divya Bhaskar
પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા આવેદન અપાયું
  • ડાંગ જિલ્લાના 8 આદિવાસી યુવકોને પોલીસે ઢોરમારમાર્યો હોવાની રજૂઆત
  • પોલીસે યુવકોની બેગ ચેક કરતાં કાતર મળતાં દાઉદ ગેંગના સભ્યો માની મારમાર્યો

ડાંગ જિલ્લાના 8 આદિવાસી યુવકો અમદાવાદ ગીતા મંદિરે બસની રાહ જોતા હતા. ત્યારે પોલીસે માર માર્યો હતો જેને લઈ આદિવાસી જન જાગૃતિ અભિયાન સમિતિ દ્વારા ખેડબ્રહ્મા મામલતદારને આવેદન આપી કાર્યવાહી કરવા માંગ કરી હતી.

ડાંગના સુબીરના ટાકણીપાડા અને ઉમરપાડાના 8 યુવકો ગત 7 જુલાઇના રોજ કચ્છ ખાતે દાડમ વાડીમાં મજૂરી કરતાં હતા. ત્યાંથી પરત ફરતી વખતે અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર બસ માટે રાત્રે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે બસ સ્ટેન્ડ પર હાજર પોલીસ અને બે સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેમની બેગ ચેક કરતાં તેમની બેગમાં દાડમ કાપવાની કાતર મળતાં તમામ આદિવાસી યુવકોને તમે તો દાઉદ ગેંગના સભ્યો છો એવો આરોપ મૂકી ચોકીમાં લઈ જઈ કપડાં કાઢી ઢોર માર માર્યો હતો.

ત્યાંના કેમેરા બંધ કરી પોતાના મોબાઈલમાં તમામ ઘટનાનો વીડિયો શૂટ કરી તેમના અન્ય મિત્રોને વિડીયો કોલ કરી બતાવી કહેતા હતા કે જુઓ અમે દાઉદ ગેંગના સભ્યોને કેવા માર મારી રહ્યા છીએ. આદિવાસી સમાજને શોભે નહીં તેવા બિભત્સ અપશબ્દો બોલ્યા હતા અને આ બાબતે કોઈને કાંઈ કહેશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જેને લઈ સમગ્ર આદિવાસી સમાજને ઠેસ પહોંચી હોઈ ખેડબ્રહ્માના આદિવાસી સમાજની લાગણીને પણ ભારે ઠેસ પહોંચી છે ત્યારે આવેદન પત્ર આપી પોલીસ કર્મચારી અને સિક્યુરીટી ગાર્ડ સામે એટ્રોસીટી એકટ હેઠળ કેસ દાખલ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા અને કાર્યવાહી નહીં કરાય તો આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...