ખેડબ્રહ્માના લક્ષ્મીપુરાના બે શખ્સો કરૂન્ડામાં ગયા હતા જ્યાં રસ્તામાં બાઈક સ્લીપ થતાં પાછળ બેઠેલ શખ્સનું સારવારમાં મોત થતાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. લક્ષ્મીપુરાના અરવિંદભાઇ કોહ્યાભાઇ પરમાર ગામમાં બાઇક રિપેરિંગનુ કામકાજ કરતાં હતા.
ગત તા. 13 જુલાઇએ સાંજે લક્ષ્મીપુરાના પ્રજાપતિ ચંદુભાઈ મગનભાઈ પોતાનું બાઈક નં. જી.જે-09-ડી.ડી-6428 લઈ રિપેરિંગ કરાવવા આવ્યા હતા અને ત્યાર બાદ બંને જણા તે બાઇક લઈ કરૂન્ડા તરફ ગયા હતા.
જ્યાં બાઇક સ્લીપ થતાં અરવિંદભાઇને એકદમ ખેંચ આવતાં તેમના માતા માણેકબેન અને ભાઈ રાકેશભાઇ આવતા તેમણે 108માં ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી ઇડર અને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં લઇ જતાં 15 જુલાઇના રોજ અરવિંદભાઇનું મોત થતાં મૃતકની પુત્રીએ બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.