ખેડબ્રહ્માના ગામ વિસ્તારમાં એક શખ્સ ચાઈનિઝ ફિરકીઓ વેચતો હોવાની બાતમી આધારે પોલીસે પકડી 3 ચાઇનિઝ ફીરકી પકડી કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર રાજ્યમાં ચાઈનિઝ દોરી અને તુકકલ વેચવા પર પ્રતિબંધ ફરમાવેલ હોઈ ખેડબ્રહ્મા પોલીસને બાતમી મળી હતી કે ખેડબ્રહ્મા ગામ વિસ્તારમાં કન્યાશાળાની બાજુમાં પ્રજાપતિવાસ પોતાના રહેણાંક મકાનમાં થેલીમાં ચાઇનિઝ દોરીની ફીરકીઓ રાખી વેચાણ કરે છે. જેથી પોલીસે તપાસ કરતાં દીલિપભાઇ બાબુભાઈ પોતાના ઘરના ઓરડામાં થેલી લઇ બેઠેલ તેની પાસેની થેલી ખોલી અંદર જોતાં ચાઇનિઝ બનાવટની દોરીની 3 ફિરકીઓ કિં. 1500 મળી આવેલ જેથી પોલીસે ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.