ખેડબ્રહ્મા વિધાનસભામાં ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના તાલુકાનો સમાવેશ થાય છે. આ વિસ્તાર અંતરિયાળ હોઇ મોબાઈલ નેટવર્ક ન આવતાં વહીવટીતંત્ર દ્વારા ત્રણેય તાલુકામાં 43 જેટલા શેડો બુથ બનાવવામાં આવ્યા છે. ખેડબ્રહ્મા વિધાનસભા સીટ પર 326 પોલિંગ બુથ છે. જેમાં 17 બુથ શહેરી વિસ્તારમાં અને 309 બુથ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ છે. આ ગ્રામ્ય વિસ્તારના બુથમાં 43 બુથ એવા છે કે જ્યાં મોબાઈલ કવરેજ ન અાવતાં તંત્રે શેડો બુથ બનાવ્યા છે. ખેડબ્રહ્મામાં 8, વિજયનગરમાં 11 અને પોશીના તાલુકામાં 24 બુથનો સમાવેશ થાય છે.
ઓળખો મેસેન્જર (કર્મચારી) ને
જે વિસ્તારોમાં નેટવર્ક નથી આવતું ત્યાં જે કર્મચારીની નિમણૂંક કરાઇ છે. તે કર્મચારી મેસેન્જર તરીકે ઓળખાય છે.
મેસેન્જર આ રીતે કામ કરશે
ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગરના જે વિસ્તારોમાં નેટવર્ક નથી આવતું ત્યાં મેસેન્જર બુથ પરથી દર બે કલાકના આંકડા લઇ ખેડબ્રહ્મા તાલુકાના ચૂંટણી કાર્યાલય પર પહોંચાડશે.
ત્રણેય તાલુકાના બુથની વિગત
ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા તાલુકાના બુથમાં મેસેન્જર કર્મચારીને શાળાના ધાબા પર કવરેજ મળી રહે છે અને વધુમાં વધુ 50 મીટર દૂર કવરેજ વાળા બુથ છે.
વિજયનગર
વિજયનગર તાલુકાના શાળાના મેદાનમાં કે શાળાથી 150 મીટર દૂર નેટવર્ક આવતા બુથ છે. જ્યારે નવાગામ ધનેલા બુથથી 1.5 કિમી દૂર ભિલોડા ત્રણ રસ્તા પર કવરેજ આવતુ હોઇ મેસેન્જરને ત્યાં જવુ પડશે.
પોશીના
પોશીના તાલુકાના 24 બુથમાં શાળાના મેદાનમાં કે તેની બહાર કવરેજ મળી રહે છે. 9 બુથ 100 મીટર બાદ જ કવરેજ મળે છે. જ્યારે પાલિયાબિયા બુથથી જીઝણાટ તરફ જવાના રસ્તા પર 3 કિમી દૂર કવરેજ આવે છે. જેથી આ મેસેન્જરને દર બે કલાકે 3 કિમી દૂર જઇ વિગતો આપવી પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.