અમદાવાદના વટવાનો પરિવાર અંબાજી દર્શન કરી ઇકોમાં પરત જતો હતો. તે દરમિયાન ખેડબ્રહ્માના રાધીવાડ પાસે કૂતરાંને બચાવવા જતાં ઇકોના ચાલકે કાબુ ગુમાવતા કાર રોડ સાઇડમાં ઉતરી જતાં 4 જણ ઘાયલ થયા હતા. જ્યારે અકસ્માતમાં 4 મહિનાના બાળકનો બચાવ થયો હતો.
વટવામાં રહેતો પરિવાર વહેલી સવારે અંબાજી દર્શન માટે ગયો હતો અને દર્શન કરી સાંજે ઇકો નં. GJ 13 CA 2254 માં પરત આવતો હતો. ત્યારે રાધીવાડ પાસે કાર આગળ કૂતરું આવી જતાં ડ્રાઈવરે ગાડી પરનો કાબુ ગુમાવતાં ગાડી રોડ સાઇડમાં ચોકડીમાં ઉતરી પડી હતી.
જેમાં ગાડીમાં બેઠેલ ત્રણ મહિલાઑ અને પુરુષને ઇજાઓ પહોંચી હતી જેમામે ગામ લોકોએ તાત્કાલિક 108 બોલાવી ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા. જ્યાં ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી હિંમતનગરમાં રિફર કરાયા હતા.
અકસ્માતમાં ઇજાગ્રસ્તો
નિકિતાબેન નીલ ભાવસાર (25)
કાર્તિક હસમુખભાઈ સાધુ (22)
વર્ષાબેન મનીષભાઈ સાધુ (20)
પ્રિયા ભગીરથ સાધુ (19) રહે. તમામ વટવા, અમદાવાદ
ખેડબ્રહ્મા સિવિલમાં 2015 થી ઓર્થોપિડિક તબીબની જગ્યા ખાલી
ખેડબ્રહ્મા સિવિલનું 16 ઓગસ્ટ 2015માં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે લોકાર્પણ કર્યું હતું અને ત્યારથી અહીં ઓર્થોપિડિક ડોક્ટરની જગ્યા ખાલી હોવાના કારણે અકસ્માતમાં આવતા તમામ લોકોને હિંમતનગર રિફર કરવા પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.