ચકચાર:સા.કાં.માં એક જ દિવસમાં 4 લાશો મળી

ખેડબ્રહ્મા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડબ્રહ્મા તાલુકામાંથી 3 લાશો મળી ,પ્રાંતિજના ભાગપુરના યુવકની લાશ 18 કલાકે મળી
  • ખેડબ્રહ્મા તાલુકાના પઢારાના યુવકની લાશ નદી કિનારેથી મળી, જગમેર કંપામાં કૂવામાંથી અને આગિયાના તળાવમાંથી અજાણ્યા પુરુષોની લાશ મળતાં ચકચાર

ખેડબ્રહ્મા તાલુકામાં બે સ્થળેથી તળાવ અને કૂવામાં અજાણ્યા શખ્સો ડૂબી જતા અને પઢારાનો શખ્સ બોરડી પાસે નદી કિનારે મૃત્યુ હાલતમાં મળતાં એક જ દિવસમાં ત્રણ લાશો મળી હતી. ખેડબ્રહ્માના પઢારાના રામાભાઈ નાગજીભાઇ ધ્રાંગી (40) ગુરવારે સવારે કામ માટે ઘરેથી નીકળ્યા હતા. પરંતુ રાત્રે બોરડી પાસેની નદી કિનારે મૃત્યુ હાલતમાં મળતાં બોરડીના મોહનભાઈ મોતીભાઈ ખાંટે ખેડબ્રહ્મા પોલીસને જાણ કરતાં પોલીસે લાશને પી.એમ કરાવી પરીવારને સોપી એડી નોંધી તપાસ હાથ ધરી હતી.

અંબાજી હાઇવે પર આવેલ જગમેર કંપામાં ખેતરના કૂવામાં લાશ પડી હોવાની જાણ ખેડૂત અનંતભાઈ કાંતિભાઈ પટેલને થતાં તેઓએ ખેડબ્રહ્મા પોલીસને જાણ કરતાં પોલીસ અને ફાયર વિભાગના સુરેશ પટેલની ટીમે અજાણ્યા પુરુષ (35) ની લાશ બહાર કાઢી ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આગિયાના તળાવમાં કોઈ પુરુષની લાશ હોવાની જાણ આગિયા ગામજનોએ ડે.સરપંચ જનકસિંક કકુસિંહ વાઘેલાને કરતાં તેમણે ખેડબ્રહ્મા પોલીસને જાણ કરતાં પોલીસ અને ખેડબ્રહ્મા ફાયર વિભાગે લાશ બહાર કાઢી હતી.

ખેડબ્રહ્મા પી.એસ.આઈ. પીપી જાનીના જણાવ્યા અનુસાર આગિયા અને જગમેરકંપા ખાતેથી મળેલ લાશ બે દિવસથી પાણીમાં હોવી જોઈએ બંને લાશ પાણીમાં પડી રહેવાના કારણે ફૂલી ગઈ છે અને બંનેની ઓળખ થઈ શકી નથી પોલીસ ત્રણેય લાશોમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...