ચોરી:ખેડબ્રહ્મામાં બે ગાડીમાંથી 3.8 લાખની ચોરી

ખેડબ્રહ્મા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે મહિલાઓ તમારી ગાડીની બાજુમાં પૈસા પડ્યા છે કહી કળા કરી ગઇ

ખેડબ્રહ્મા શહેરના લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે બે કારમાં મૂકેલ પૈસા ચોરો લઈ પલાયન થઈ જતાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં 3.8 લાખ ચોરાયાની ફરિયાદ નોંધાઈ હતી હિંમતનગરમાં પોલોગ્રાઉન્ડમાં રહેતા ઇરફાનહુસેન દાઉદભાઇ મેમણ લક્ષ્મીપુરા ચાર રસ્તા નજીક મિલન મશીનરી નામની દુકાન ઘરાવે છે. ગત તા. 6 સપ્ટેમ્બરના રોજ કાર નં. GJ-09-BE-8628 ની લઈને આવેલ અને દિવસ દરમ્યાન ધંધો કરી સાંજે હિંમતનગર જવાનું હોઇ ગાડી પાર્ક કરી તેઓ મેમણ મહંમદહનીફ અલીભાઇને ત્યાં ગયેલા

ત્યારે ગાડીમાં મુકેલ બેગમાં રૂ.25000 તથા તેમની પેઢીના કાગળો અને બીજા ડોક્યુમેન્ટ પાછળની સીટમાં મૂકેલ હતા તે બે મહિલાઓ ઈરફાનભાઈને જણાવેલ કે કહેલ કે તમારી ગાડીની બાજુમાં પૈસા પડેલ જેથી ઈરફાનભાઈ કહેલ કે મારા પૈસા નથી જેથી તેઓ નીચે પડેલા રૂ 10 ની નોટો વિણવા લાગેલી અને ઈરફાનભાઈ ગાડી ચાલુ મુકી દાળબાટીમાં હાથ ધોવા માટે ગયેલો અને પરત આવી જોયેલ તો ગાડીની ડ્રાઇવર સીટની પાછળ મુકેલ બેગ જણાયેલ ન હતી,

જેથી તેઓએ આજુબાજુ તપાસ કરતાં બેગ મળેલ ન હતી, તેમજ બે મહિલાઓ પણ જોવા ન મળતાં તે સમય ગાળામાં નજીકમાં ઇમરાન કિરાણા સ્ટોર આગળ મેમણ હિદાયતુલ્લા યાસીનભાઇ, આરટીઓ સર્કલ હિંમતનગરની ઇકો નં GJ 09 BG 7497 માં પંક્ચર પડેલ હોઇ તે સમયે ઈરફાનભાઈને જાણવા મળેલ કે હિંમતનગરની સાચોરા સેલ્સ એજન્સીના રૂ. 283000 તથા ખાતાવહી તેમજ જમા-ઉધારની બુકો વિગેરે ડોક્યુમેન્ટ બેગમાં મુકેલ હતા તે પણ કોઇ ગાડીનો દરવાજો ખોલી લઇ ગયેલ છે. જેથી ઇરફાનભાઈએ બંને ગાડીમાંથી રૂ. 25000 અને 283000 મળી કુલ 3,08,000 ની કોઈ ચોરો ચોરી કરી ગયા અંગે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...