ખેડબ્રહ્માના કરુંડામાં વર્ષોથી ગૌચરમાં ખેતી કરી 15 એકરમાં કરેલ દબાણ અરજી થતાં તાલુકા પંચાયત દ્વારા દૂર કરાયું હતું. કરુંડામાં પંચાયતમાં વર્ષોથી ગૌચરના સર્વે નબર 70, 71 અને 75 ની 15 એકરમાં ગામ લોકોએ ખેતી કરી દબાણ કર્યુ હતું. જેને લઈ મેઘ ગામના દયાલસિંહ માનસિંહ વણઝારાએ તા. 19-10-2019 ના રોજ ખેડબ્રહ્મા ટીડીઓને દબાણ દૂર કરવા અરજી કરી હતી.
જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે ગૌચરમાં માલધારી સમાજના આવતા લોકો પાસેથી સરપંચ, ડે. સરપંચ અને તલાટી કમ મંત્રી વિગરે નાણાં પડાવી ગૌચરનો અમૂક ભાગ પણ આપી દીધો હોવાનો આક્ષેપ કરેલ છે. જેને લઈ તાલુકા પંચાયતે ઠરાવ કરી તા. 19-10-2020 ના રોજ જિલ્લા જમીન રેકર્ડ ઈન્સ્પેક્ટર હિંમતનગરમાં ગૌચર માપણી કરવા જાણ કરી હતી.
ત્યાર બાદ તાલુકા પંચાયતે આગળ કોઈ કાર્યવાહી કરી ન હતી. અરજદારે ફરી અરજી આપતાં તાલુકા વિકાસ અને આયોજન અધિકારી એન.વી હટાર, કરુંડા વહીવટદાર, તલાટી કમ મંત્રી એ.એસ ગમાર સહિત સ્ટાફ ઉપસ્થિત રહી 15 એકરનું દબાણ દૂર કર્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.