ચોરી:ખેડબ્રહ્મામાં લક્ષ્મી સોસા.ના બંધ મકાનમાં 1.30 લાખની ચોરી કરી

ખેડબ્રહ્માએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો તિજોરીમાંથી દર દાગીના ચોરી પલાયન

ખેડબ્રહ્માની જ્યોતિ હાઈસ્કૂલ પાછળ આવેલી લક્ષ્મી સોસાયટીના બંધ મકાનને ચોર શખ્સોએ નિશાન બનાવી હતી અને તાળું તોડી તિજોરીમાંથી સોના,ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂા. 1.30 લાખની ચોરી કરી પલાયન ગયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખેડબ્રહ્માની જ્યોતિ હાઇસ્કૂલ પાછળ આવેલ લક્ષ્મી સોસાયટીમાં રહેતા મનિષાબેન ડામોરના બંધ મકાનમાં સોમવારે રાત્રે તસ્કરોએ તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં મુકેલા સોનાના 17 ગ્રામના દાગીના કી.રૂ. 80 હજાર, ચાંદીના દાગીના 350 ગ્રામ કિ. રૂ. 25 હજાર અને રોકડ રકમ રૂ.25000 મળી કુલ રૂ.1,30,000ની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. આ અંગે મનીષાબેન ડામોરે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ખેડબ્રહ્મા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...