નિર્ણય:સમાજમાં જૂના કુરિવાજો નાબૂદ કરવા હાકલ

ઈડર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંજણા (ચૌધરી) પટેલ સમાજ સેવામંડળની સાધારણ સભા મળી

આંજણા ચૌધરી પટેલ સમાજ સેવા મંડળની 2021-22 ની વાર્ષિક સાધારણ સભા કનુભાઈ મણીલાલ પટેલના અધ્યક્ષ સ્થાને મંડળે મળી હતી. જેમાં આવકાર - સ્વાગત પ્રવચન મહામંત્રી કેશુભાઈ પી પટેલે કર્યું હતું. મંડળનો હિસાબી અહેવાલ પી.જે. પટેલે રજૂ કર્યો હતો અને મંડળનો જગ્યા પ્રિ લે-આઉટ પ્લાન માટે રઘુભાઈ જે. પટેલે બાંધકામ માટે ચર્ચા કરી હતી.

લે-આઉટ પ્લાન માટે સમાજના ભાઈઓને સ્થળ પર બોલાવી વિવિધ વિભાગો તેમજ "અર્બુદા માતાના મંદિર ના બાંધકામની માહિતી મનુભાઈ પટેલ (ચોરીવાડ) એ કરી હતી. 2022-23 ના વર્ષની વાર્ષિક સાધારણ સભાના ભોજનદાતા તરીકે હરિભાઈ પટેલ (ખેડ) અને તેમના સાથીમિત્રોએ જવાબદારી સ્વીકારી હતી.

કનુભાઈ એમ. પટેલે જણાવેલ કે સમાજ સંગઠિત હોવો જોઈએ. સમાજમાં જે જૂના કુરિવાજો છે. તેને નાબૂદ કરવાની તાતી જરૂર છે. સમૂહલગ્નો તેમજ સમાજમાં ખોટો ખર્ચો કરી દેખાવો કરતા હોઈએ છીએ તે બંધ થવા જોઈએ. સ્ત્રી કેળવણી અને આ સંકુલમાં ટ્રેનિંગ સેન્ટર બની રહ્યું છે. તેમાં આધુનિક સુવિધાઓ સાથે ટ્રેનિંગ સેન્ટર બને અને તેનો વધુમાં વધુ લાભ સમાજના ભાઈઓ બહેનો લે તેમ જણાવ્યું હતું.

સાબરકાંઠા અરવલ્લીના 215 ગામોમાં સમાજની જાગૃતિ લાવવા મા અર્બુદાનો રથ" ગામે- ગામ ફરે તેની જવાબદારી મંડળના મહામંત્રી કેશુભાઈ પી. પટેલ (મોટા કોટડા) રથ ને ફેરવવાની જવાબદારી સ્વીકારી હતી. 14 તાલુકામાં 1250 ગામોમાં સભા સંમેલનો મોટાપાયે થાય તે માટે આગોતરું આયોજન કરવાનું વિચાર્યું છે અને બંને જિલ્લાના નવયુવાનો અર્બુદા સેના, મહિલા મંડળો, લગ્નસમિતીના કન્વીનરો, વિવિધ સમાજના ગોરના હોદ્દેદારો વધુમાં વધુ જોડાય તેમ જણાવ્યું હતું. અર્બુદાનો રથ કાઢવા સભાએ સર્વાનુમતે મંજૂરી આપી હતી આભાર દર્શન મનુભાઈ પટેલે કર્યું હતું. સભાનું સંચાલન પ્રોફેસર રાકેશભાઈ પટેલ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...