ઇડરમાં જ્યોતિ ફ્લેટના ચોથા માળે રહેતો બેન્ક કર્મીના ફ્લેટમાં ધોળેદહાડે ત્રાટકતાં જાળીનો નકૂચો કાપી તિજોરીમાંથી સોનાના દાગીના અને 20હજાર જેટલી રોકડ લઇ ફરાર થઇ જતાં ચકચાર મચી હતી. આ અંગે ઇડર પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી ફ્લેટના આજુબાજુના સીસીટીવી ચેક કરી ચોરોને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. બેન્ક કર્મી નોકરીએ ગયા હોઇ અને તેમના પત્ની પાર્લરનું કામ શીખવા બહારગામ ગયા હોઇ ચોરો ફાવી ગયા હતા.
ઇડર વલાસણા રોડ ઉપર આવેલ જ્યોતિ ફ્લેટના ચોથા માળે આવેલ 403 નંબરના ફ્લેટમાં રહેતા દુર્ગેશ કુમાર વિશ્વકર્મા ઇડર આઈડીએફસી ફર્સ્ટ બેન્કમાં નોકરી કરે છે અને પત્ની કિરણ સાથે રહે છે. ગુરુવારે દુર્ગેશભાઈ બેન્કમાં નોકરી ગયા હતા અને તેમના પત્ની કિરણબેન પાર્લરનું કામકાજ શીખવા ગુરુવારે બપોરે આશરે 11.30 કલાકે ગયા હતા. બપોરે 3 વાગે ઘરે આવી જોતાં લોખંડની જાળીનો નકૂચો કાપેલો હતો.
અંદરના રૂમમાં જોતા તિજોરી ખુલ્લી પડી હતી. તિજોરીમાં મૂકેલ આશરે 1 તોલાનો સોનાનો દોરો, 1 તોલાનું મંગળસૂત્ર તેમજ 20 હજાર જેટલી રોકડની ચોરી થતાં ઇડર પોલીસને ઘટનાની જાણ કરતાં પોલીસ ઘટન સ્થળે પહોંચી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.