ઇડરના કડીયાદરામાં ઠાકોરવાસમાં અમારી દીકરીને તમે ભડકાવી છે તેમજ અમે તમારી દીકરીને લઇ ગયા તમે શું કરી લીધું જેવી બાબતે બે પક્ષો વચ્ચે થયેલ ઝઘડામાં મારા મારી થતાં ઇડર પોલીસમાં સામસામે 13 સામે ફરિયાદ નોંધાઇ હતી.
કડીયાદરાના ઠાકોર વાસમાં શુક્રવારે હંસાબેન બાબુભાઇ ખાંટ પીંકલબેન વિમલભાઇ ઠાકોરના ઘેર બેંકમાંથી લોન લીધેલ હોઇ તેનો હપ્તો ભર્યો કે નહી તે પૂછવા ગયા હતા અને તેમના ઘેર પરત જતા હતા. તે વખતે ભાવનાબેન રમેશભાઇ ઠાકોર, દક્ષાબેન રાજુભાઇ ઠાકોર, રાજુભાઇ ચંદુભાઇ ઠાકોર, રૂખીબેન જગુભાઇ ઠાકોર, ભુલીબેન વસંતભાઇ ઠાકોર ઠાકરડા વાસમાં ઉભા હોઇ જેમાંથી ભાવનાબેને હંસાબેનને તેજ મારી દીકરીને અમારા વિરુદ્વ ભડકાવી છે કહી અપશબ્દો બોલી ઝપાઝપી કરી હતી તેમજ ભાવનાબેન અને દક્ષાબેને પકડી રાખતા રૂબીબેને જમણા પગે પથ્થર માર્યા હતા.
આ ફરિયાદની વિરુદ્વમાં ભાવનાબેન રમેશભાઇ ખાંટે ફરિયાદ નોંધાવી હતી કે સવારના સાડા અગિયારેક વાગ્યે તેમના સાસુ દીવાબેન ઘેર એકલા હતા તે દરમિયાન જ્યોત્સનાબેન વસંતભાઇ ખાંટે કહ્યુ કે અમે તમારી દીકરીને લઇ ગયા તમે શું કરી લીધુ. ત્યારબાદ ભાવનાબેન ઘેર આવતા જ્યોત્સનાબેન વસંતભાઇ ખાંટ, હંસાબેન બાબુભાઇ ખાંટ, જીગીબેન ચિરાગભાઈ ખાંટ, મંગુબેન પ્રભુદાસભાઈ ખાંટ, મનિષાબેન વિક્રમભાઈ ખાંટ, વિક્રમભાઈ પ્રભુદાસભાઈ ખાંટ, રવિન્દ્રભાઈ વસંતભાઈ ખાંટ તેમના ઘર આગળ ઝાડ નીચે ઉભા રહી અપશબ્દો બોલતા હતા. તે દરમિયાન હંસાબેન અને જીગીબેનના હાથમાં પાવડો હતો તેનો લાકડાનો હાથો જીગીબેને ભાવનાબેનને માર્યો હતો. વિક્રમભાઈ અને રવિન્દ્રભાઈએ ભૂમીબેન સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.