લોકોમાં રોષ:ઇડરના બારેલા તળાવમાં પાયો ખોદવાની કામગીરી નગરપાલિકાએ અટકાવી દીધી

ઇડર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
તળાવમાં પાયો ખોદવાની કામગીરી પાલિકાએ બંધ કરાવી - Divya Bhaskar
તળાવમાં પાયો ખોદવાની કામગીરી પાલિકાએ બંધ કરાવી
  • પાણીની પાઇપલાઇન તૂટી જતાં વણઝારાવાસમાં પાણી ન મળ્યું

ઇડરમાં આવેલ બારેલા તળાવમાં અજાણ્યા શખ્સો દ્વારા પાયાનું ખોદકામ કરતાં પાલિકાને જાણ થતાં કામગીરી બંધ કરાવી હતી. પાયો ખોદતાં પાણીની પાઇપલાઇન તૂટી જતાં વણઝારાવાસમાં પાણી ન મળતાં લોકોમાં રોષ ફેલાયો હતો.

ઇડર-અંબાજી હાઇવે પર બારેલા તળાવમાં પાયા ખોદવાની કામગીરી અજાણ્યા શખ્સો દ્વારા શરૂ કરતાં વણઝારાવાસમાં જતી પાણીની પાઇપલાઈન તૂટી જતાં વણઝારાવાસમાં પાણી ન મળ્યું હતું. આ અંગે પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું કે હાલ પૂરતી કામગીરી બંધ કરાવી છે આજે સ્થળ તપાસી કરી નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...