વિવાદ:ઇડરના રમલેશ્વરની યુવતી પાસે સાસરિયાંએ દહેજ માંગી કાઢી મુકી

ઇડરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ સહિત 5 સભ્યો સામે ત્રાસની ફરિયાદ

ઇડર રમલેશ્વર તળાવ પાસે રહેતા શિવાજી ગેમરભાઈ ઠાકોર દીકરી સોનલના લગ્ન ખેરાલુ તાલુકાના ચિત્રોડીપુરા ગામના ચેતનજી પ્રહલાદજી ઠાકોર સાથે થયા હતા લગ્નના બે વર્ષ પછી ઘર અને ખેતરના કામકાજ માટે અવારનવાર ઝગડો કરીને મ્હેણા ટોણા મારી અપશબ્દો બોલી નોકરીના એક વર્ષ પછી કોઈ બહાને મારઝૂડ કરીને બીજી સ્ત્રીઓના ફોટા બતાવી મારે આની જોડે લગ્ન કરવાનાં છે કહીં પ્રહલાદજી કાળુજી ઠાકોર, શતાબેન પ્રહલાદજી ઠાકોર અંકિતાબેન પ્રહલાદજી ઠાકોર અને વિજયભાઈ પ્રહલાદજી ઠાકોર સોનલબેનના પતિ ચેતનજી પ્રહલાદજીને ચઢામણી કરીને અવારનવાર તારા બાપના ઘરેથી કઈ લીધા વગર આવી છે

રૂ.5.લાખ રૂપિયા લઈ આવ પછી ઘરમાં આવજે તેવું કહીને ઘરમાં કાઢી મૂકતા હતા તે દરમિયાન ઘરમાંથી બહાર ન જતા લાપટ ઝાપટ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને 5 દહેજ માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતાં સોનલબેને પતિ સહિત 5 સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...