મારામારી:ઇડરના ઇશ્વરપુરાકંપાના યુવકને દંપતીએ જમીન બાબતે મારમાર્યો

ઇડરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મારી જમીન પડાવી લેવી છે એટલે તું ફોરેસ્ટના માણસોને બોલાવ્યા છે કહી મારામારી

ઇડરના ઇશ્વરપુરાકંપાના યુવકને તારે મારી જમીન પડાવી લેવી છે કહી દંપતીએ મારમારતાં ઇડર પોલીસમાં 2 સામે ફરિયાદ નોંધાઇ છે. ઈશ્વરપુરાકંપાના પિયુષકુમાર ભીખાભાઇ પટેલની જમીન ઢીંચણીયાની સીમમાં આવેલ છે. તા. 19 મે 2022ના રોજ પિયુષભાઈ તેમના ખેતરમાં હતા. તે દરમિયાન ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ખેતરે આવેલા હતા જમીન ધોવાણ ન થાય તે માટે જમીનમાં પાળા યોજના હેઠળ આવ્યા હતા ધોવાણ થતી જમીન બતાવતા હતા.

તે દરમિયાન ખેતર નજીક રહેતા અરવિંદભાઈ અમરાભાઇ કટારાની પત્ની હંસાબેન ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ અને પિયુષભાઇને અપશબ્દો બોલતા પિયુષભાઈ અને ફોરેસ્ટ વિભાગના માણસો ત્યાંથી નીકળી ગયા હતા. થોડીવાર પછી હંસાબેનના પતિ અરવિંદભાઈ ઈશ્વરપુરામાં દુકાન આગળ ઉભેલા પિયુષભાઈ પાસે આવી ને કહ્યું કે પાછો ખેતરે આવ પછી તને જોઈ લઉં છું. તા. 20 મે ના રોજ સવારે 6 વાગે પિયુષભાઈ તેમના ખેતરે ગયા હતા ત્યારે અરવિંદભાઈએ કહ્યું કે કાલે કોણે બોલાવી લાવ્યો હતો પિયુષભાઈ એ કહ્યું કે ફોરેસ્ટના માણસો આવ્યા હતા અને ધોવાણ થતી જમીનના સર્વે અર્થે આવ્યા હતા.

દરમિયાન અરવિંદભાઈએ તું ખોટું બોલે છે તારે મારી જમીન પડાવી લેવી છે એટલે તું ફોરેસ્ટના માણસોને બોલાવી લાવ્યો છે કહી ઘરમાં પડેલ હાથાવાળું પાળ્યું લઈ આવીને આ જે તને પતાવી દેવા છે તેમ કહી કમરના ભાગે માર્યું હતું અને અરવિંદભાઈના પત્ની હંસાબેન લાકડી લઇને પિયુષભાઈને બરડાના ભાગે મારતા પિયુષભાઈએ બૂમાબૂમ કરતાં અરવિંદભાઈ અને તેમના પત્ની હંસાબેન ત્યાંથી ભાગી ગયા હતા. પિયુષભાઈએ અરવિંદભાઈ અને તેમના પત્ની હંસાબેન સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...