ઈડર પાલિકામાં એક સપ્તાહ અગાઉ સફાઈ કર્મચારીઓની ભરતી પ્રક્રિયા હાથ ધરાયા બાદ ઓપન ઇન્ટરવ્યૂ થવાની સમાંતર સોશિયલ મીડિયામાં કર્મચારીઓની યાદી જાહેર થતાં પાલિકા વિરુદ્ધ થયેલ રજૂઆતને પગલે પ્રાદેશિક કમિશનરે વિવિધ મુદ્દાઓને લઈ ચીફ ઓફિસરના માધ્યમથી તમામ આક્ષેપોનો ખુલાસાવાર અહેવાલ મંગાવતા ખળભળાટ મચી ગયો છે.
ઈડરની પાલિકા દ્વારા તા. 29- 39 ડિસેમ્બર દરમિયાન પ્રાદેશિક કમિશ્નર કચેરીનાં અઘિકારી ઈડર ચીફ ઓફિસર, ઈડર પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ મળી 5 લોકોની પેનલ બનાવી ભરતી પ્રકિયામાં આવેલાં ઉમેદવારોના ઓપન ઇન્ટરવ્યૂ લેવાયા હતા. જૉકે પાલિકાએ ભરતી પ્રક્રિયા યોજાય તે પહેલા જ વર્ગ-4 નાં 12 સફાઈ કામદારો અને 2 ડ્રેનેજ સફાઈ કામદારો કુલ 14 સફાઈ કામદારોના નામોની યાદી અગાઉથી નક્કી હોવાનું લિસ્ટ સોશીયલ મીડીયામાં વાયરલ થયુ હતું.
જાગૃત નાગરિક અને પાલિકામાં રોજમદાર તરીકે સફાઈ કામદારની ફરજ બજાવતા કામદારોએ પ્રાદેશિક કમિશ્નર કચેરી સહિત મુખ્યમંત્રી ઉદ્યોગ ભવન સહિતના ઉચ્ચ સ્તરીએ લેખિત, મૌખિક રજૂઆત કરી હતી.જેને લઇ ભરતી પ્રક્રિયામાંગેરરિતી થયાના આક્ષેપ સામે પ્રાદેશિક કમિશ્નર કચેરી દ્વારા ઈડર પાલિકા ચીફ ઓફિસર પાસે 7 દિવસની અંદર લેખિતમાં જવાબ માંગવામાં આવ્યો છે.
ત્યારે ભરતી પ્રક્રિયામાં અગાઉથી સફાઈ કામદારોની ભરતીમાં પાલિકામાં ફરજ બજાવતા પટાવાળા, ડ્રાઈવર જેવા અંગત માણસોને કાયમી નોકરીની લાલચ આપી કાયદો નેવે મૂકી ભરતી પ્રક્રિયા યોજાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતાં. ભરતી પહેલા પાલિકામાં કારોબારી યોજાતાં બેઠકમાં બે મહિલા અને એક પુરુષ કોર્પોરેટર દ્વારા કારોબારી અધ્યક્ષ સામે ભરતી મામલે વિરોધ નોંધાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.