ફરિયાદ:અમારી છોકરીને તમારો છોકરો ભગાડી ગયો છે કહી યુવકના પિતાને ઝાડ સાથે બાંધી માર્યા

ઇડર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇડરના નેત્રામલી ગામનો બનાવ, 5 જણાં વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
  • રસ્સીથી બાંધીને લાકડી લઈને પાંચેય જણાં વારાફરતી મારવા લાગ્યા

ઇડરના નેત્રામલીમાં ગામની યુવતીને યુવક ભગાડી જતા યુવતીના પરિવારે યુવકના પિતાને લીમડાના ઝાડ સાથે બાંધી મારમારતાં ઇડર પોલીસ સ્ટેશનમાં 5 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નેત્રામલીના રમેશભાઈ કેશાભાઈ ઠાકરડા 7 જૂને ખાતરની થેલી લેવા માટે દિનેશભાઇ ભીખાભાઇ ઠાકરડાના ઘર આગળ થઈ સોસાયટીમાં જતા હતા. તે દરમિયાન મામાના દીકરા જસુભાઈ અરજણ ભાઈ ઠાકરડા સાથે ફોન પર વાત કરતા હતા.

તે દરમ્યાન દિનેશભાઇ, બાબુભાઇ, જગદીશભાઈ, શૈલેષભાઈ અને પાયલબેન વગેરે આવી ગયા હતા અને દિનેશભાઇની દીકરી પાયલે રમેશભાઇને હાથે અને પગે સોટીઓ મારી હતી તેમજ દિનેશભાઇ, બાબુભાઇ, જગદીશભાઈ વગેરે આવી ને કહ્યું હતું કે અમારી છોકરીને તારો છોકરો ભગાડી લઈ ગયો છે આજે તને છોડવાનો નથી તેમ કહી અપશબ્દો બોલીને પીઠના ભાગે મૂક્કા મારી મારતા મારતા દિનેશભાઇના ઘર આગળ લીમડા સાથે રસ્સીથી બાંધીને લાકડી લઈને વારા ફરતી મારવા લાગ્યા હતા. દિનેશભાઇએ ઇડર પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો કે મારા ઘર આગળ રમેશભાઈ કેશાભાઈ મારી છોકરીની છેડતી કરે છે જેથી તેને બાંધી દીધો છે. જેથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રમેશભાઈ છોડાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...