પરિણામો બાદ કાર્યવાહી:ઇડરના ચોરીવાડની ડેરીમાંથી રસ અને માવાનું સેમ્પલ લેવાયું

ઇડરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સડેલી કેરી અને એક્સપાયરી ડેટના પાઈનેપલ ક્યુબના ડબ્બા ન દેખાયા

ઇડરના ચોરીવાડની અંબિકા ડેરીમાં ઠેર ઠેર સડેલી કેરીનો રસ નીકળતા અને પાઈનેપલ ક્યુબના એક્સપાયરી ડેટના ડબ્બા જોવા મળ્યા હતા. કમનસીબી એ છે કે ફૂડ ઇન્સ્પેક્ટરોને આ જોવા ન મળ્યું અને માત્ર કેરીનો રસ અને માવાનું સેમ્પલ લઈને સંતોષ માની લીધો.

અંબિકા ડેરી પાર્લરમાં સડી ગયેલી કેરીઓના ઢગ જોવા મળ્યા હતા તેમજ પાઈનેપલ ક્યુબના વિપુલ પ્રમાણમાં એક્સપાયરી ડેટના ડબ્બા જોવા મળ્યા હતા.ફૂડ વિભાગની રેડ દરમ્યાન આ ખાલી ડબ્બા નજરે ના પડ્યાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. અને ફૂડ વિભાગની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. આ અંગે જિલ્લા ફૂડ અધિકારી બી.એમ.ગણાવાએ જણાવ્યું કે અંબિકા ડેરી પાર્લરના નમૂના લેવાયા છે. પરિણામો બાદ કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...