ચંદનચોરોનો પોલીસને પડકાર:ઇડરના વસાઈની સીમમાંથી વધુ એક ચંદનનું ઝાડ ચોરાયું

ઇડરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇડર પંથકમાં ચંદનચોરોનો પોલીસને ખુલ્લો પડકાર

ઇડરના વસાઈની સીમમાં ખેતરના શેઢા પર સુગંધીદાર ચંદનની ગત રાત્રે ચોરી કરી ચંદનચોરો પલાયન થઇ જઇ પોલીસને ચોરોને ખુલ્લોએ પડકાર ફેંક્યો છે. ઇડર પંથકમાં એક બાદ એક એક ચંદનના ઝાડ કાપી ખુલ્લો પડકાર ફેંકી ચોરો નાસી છૂટતા જિલ્લાભરની પોલીસે ચંદન ચોરોને પકડવા ચક્રો ગતિમાન કરી વસાઈના સીમાડો રાત દિવસ ખૂંદી રહી છે.

બીજી બાજુ 5, 15 અને ફરી ગત રાતે એક ચંદનું ઝાડ ચોરાતા પોલીસની ઊંઘ હરામ થઈ છે. જિલ્લા અને તાલુકા પોલીસ તપાસમાં હતી તે વખતે કયારે અને ક્યાં સમયે ચંદનચોરોએ એક ઝાડ કાપી ને લઇ ગયા ત્યારે ચંદન ચોરો પોલીસને ચેલેન્જ કરી રહ્યા હોય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...