કાર્યવાહી:ખેડબ્રહ્મા પોલીસે ટ્રેક્ટર અને ટ્રોલી ચોરનાર પકડ્યો, ટ્રેક્ટર-ટ્રોલી સુરતના ઓલપાડમાં સંતાડ્યા હતા

ખેડબ્રહ્મા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડબ્રહ્મા પી.એસ.આઈ. પી.પી.જાની અને સ્ટાફના માણસો ખડેબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં હેમરાજ ઉફે હેમાજી પનાજી દૂધવાલ (રહે. શેરપુરા તા.ડીસા જી. બનાસકાંઠા) વાળાઓના શોધી કાઢવા તેનો મોબાઈલ સતત સી.ડી.આર તથા એસ.ડી.આર મંગાવી તેમજ તેના લોકેશનથી તથા ખાનગી બાતમીદારોને સક્રિય કરતા જાણવા મળ્યું કે હેમરાજ ઉર્ફે હેમાજી પનાજી દૂધવાલ ગત 27 એપ્રિલના રોજ ઘરે આવવાનો છે.

જેથી પોલીસ ડીસા પહોંચી હેમરાજ ઉર્ફે હેમાજીને પોતના વતનમાંથી પકડી ચોરીમાં ગયેલ ટ્રેક્ટર ટ્રોલી વિશે પૂછતા સંતોષકારક જવાબ ન આપતા તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ કરતાં ચોરી કબૂલતાં ટ્રેક્ટર ગામ કુદીયાણા તા.ઓલપાડ જી. સુરતમાં મૂકેલ હોવાનુ જણાવ્યું હતું જેથી તેને સાથે રાખી બતાવેલ જગ્યાએથી ચોરાયેલ ટ્રેક્ટર ટ્રોલી રિકવર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...