ઇડરમાં લેઉઆ પાટીદાર સમાજ દ્વારા સોમવારે વિશાળ રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી માંગ કરાઇ હતી કે રજીસ્ટર્ડ લગ્ન-પ્રેમલગ્નના કિસ્સામાં માતા પિતા - અગ્રણીઓની હાજરી અને સંમતિ ફરજિયાત બને તેવો કાયદો અમલમાં લાવવામાં નહી આવે તો અગામી ચૂંટણીમાં વર્તમાન સરકાર - પક્ષ પર ભરોસો નહી રાખીએ. લેઉઆ પાટીદાર સમાજ આકારા પાણીએ જોવા મળતા પ્રેમલગ્નનો મામલો ફરી એકવાર ગરમ બની રહ્યો છે.
ઇડર નવગામ લેઉઆ પાટીદાર સમાજ યુવક મંડળે 1 હજારથી વધુની સંખ્યામાં સોમવારે સવારે દસ કલાકે ઇડર સહકારી જીનથી રેલી કાઢી સરપ્રતાપ હાઇસ્કૂલના મેદાનમાં પહોંચ્યા હતા અને ચર્ચા કરી ઇડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ હતું.
જેમાં રજૂઆત કરાઇ હતી કે 18 વર્ષ સુધી લાલન પાલન કરી ઉછરેલ દીકરીઓ ભાગી જાય છે ત્યારે પોલીસ સ્ટેશનમાં મા - બાપને ઓળખવા તૈયાર થતી નથી તે સમયે પગ નીચેથી ધરતી સરકી જાય છે જેને તેના સારા ભવિષ્યની સમજ નથી હોતી અને મોટાભાગના કિસ્સામાં જીંદગી બરબાદ થાય છે તદ્દપરાંત અન્ય સમાજમાં પ્રેમલગ્ન કરતા સામાજીક બંધારણ પણ તૂટતુ જાય છે.
આવી સ્થિતિને દૂર કરવા જે દીકરીઓ પ્રેમ લગ્ન કરવા માંગતી હોય તેનું રજીસ્ટ્રેશન સ્થાનિક પંચાયત, પાલિકા કે કોર્પોરેશનમાં માતા પિતાની સંમતિ હાજરી અને પાંચ પ્રતિષ્ઠિત સાક્ષીઓની સહીથી થાય તેવો કાયદો લાવવો જરૂરી છે ભાગી છૂટતી દીકરીઓને રોકવા સરકાર મદદ નહી કરે અને નવો કાયદો નહી લાવે તો અગામી ચૂંટણીમાં વર્તમાન સરકાર પર પ્રશ્ન ચિહ્ન લાગી જવાની ચીમકી પણ ઉચ્ચારાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.