ચોરી:ઇડરની જનકપુરી સોસાયટીમાં મકાનનો દરવાજો નકૂચો તોડી રૂ.12.87 લાખના મુદ્દામાલની તસ્કરી

ઇડર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇડરની હોસ્પિટલમાં એનેસ્થેટિસ્ટ, ભિલોડાના મેરવાડા ખારીના યુવકે સગાઈ માટે રોકડ, દાગીના લોકરમાં રાખ્યા હતા
  • યુવક મંગેતર સાથે સગાઇની ખરીદી કરવા ખેડબ્રહ્મા ગયો હતો, પરત આવતાં ઘરમાં ચોરી થયાનું માલૂમ થયું

ઇડર જનકપુરી સોસાયટીમાં રહેતા અને ઇડરની હોસ્પિટલમાં એનેસ્થેસિયાલિસ્ટ તરીકે સેવા આપતા ડોક્ટરના સગાઈ અને લગ્નના ખર્ચ માટે મકાનના લોકરમાં મુકેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ 12.87 લાખ તિજોરી તોડીને તસ્કરો પલાયન થઈ જતા ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

જનકપુરી સોસાયટીમાં ભાડે રહેતા કલ્પેશભાઈ રૂપસિંહ ડેડૂન (મૂળ રહે. મેરવાડા ખારી તા.ભિલોડા જિ. અરવલ્લી) ઇડરની હોસ્પિટલમા એનેસ્થેસિયોલિસ્ટ તરીકે ફરજ બજાવે છે. તા. 6 મે 2022 ના રોજ કલ્પેશભાઈ બપોરે હોસ્પિટલનું કામ પતાવી ઘેર ગયા હતા. કલ્પેશભાઈની સગાઈ હોવાથી એમના મંગેતર સાથે ખરીદી કરવા માટે ખેડબ્રહ્મા જઇ અાવી તેમના વતન મેરવાડા જવા મકાનને દરવાજા તેમજ જાળી ને તાળું મારીને નીકળ્યા હતા.

તા. 8 મેના રોજ મેરાવાડા ખાતે જઇ તેમની સગાઈનો કાર્યક્રમ પૂર્ણ કરીને બીજા દિવસે 8 વાગ્યે જનકપુરી સોસાયટી ખાતે મકાન પર જતા મકાનના આગળના ભાગે લગાવેલ જાળીનો તેમજ દરવાજાનો નકુચો તૂટેલો પડેલો હતો.

કલ્પેશભાઈ મકાનની અંદર જઈને જોતા તિજોરીના દરવાજા ખુલ્લા હતા સામાન વેર વિખેર પડ્યો હતો અને તિજોરીના લોકરમાં જોતા લગ્ન ખર્ચ માટે મુકેલ 2 લાખ અને તેમના માતા પિતાના સોના ચાંદીના દાગીના જેમાં સોનાનું બિસ્કીટ 1 જેનો વજન 200 ગ્રામ રૂ.10 લાખ, અડધા તોલાની સોનાની વિંટી 25 હજાર, સોનાની પોચી 1 તોલાની રૂ.50 હજાર, ચાંદીની વીંટી, ચાંદીના છડાં, ચાંદીનો કંદોરો રૂ.7000, ચાંદીનું મંગળસૂત્ર સહિત કુલ રૂ.12,87,000ની ચોરી કરી તસ્કરો પલાયન થઇ જતા કલ્પેશભાઈ એ ઇડર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...