કાર્યવાહી:ઇડરના દિયોલીમાં યુવતીને મારી નાખવાની ધમકી આપી

ઈડર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીની ઇડર પોલીસમાં મહિલા વિરુદ્ધ ફરિયાદ

ઈડરના દિયોલીના કમલેશભાઈ હરિભાઈની દીકરી ત્રિશા અમદાવાદ ભવન્સ કોલેજ ખાનપુરમાં ટીવાય બી કોમમાં અભ્યાસ કરે છે. ત્રિશા 5 જૂને ઘરે હતી. કમલેશભાઈના ઘર ઉપર રહેતા કમ્પાઉન્ડર પાસે દવા લેવા માટે 11 વાગે બાજુમાં રહેતા દક્ષાબેન સુરેશભાઈ પટેલ આવ્યા હતા. દવા લઈ પાછા જતી વખતે દક્ષાબેને કહ્યું કે મારું જી.ઈ.બી નું વાયર તમારે કેમ નીચે નાખવું પડ્યું તેમ કહી પરિવારના સભ્યોને અપશબ્દો બોલતા હતા.

દરમિયાન ત્રિશા એ તેના દાદા હરિભાઈને ફોન કરી જાણ કરતાં દક્ષાબેન ઘરમાંથી શાક કાપવાની છરી લઈ આવી કહ્યું કે તારે જેને બોલાવવા હોય તેને બોલાવી લે આજે તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખવાની છું અને ફળીયામાં કોઈ ની પાસે બેસવા જઈશ તો જાન થી મારી નાખીશ તેવી ધમકી આપતાં ત્રિશાએ ઈડર પોલીસ સ્ટેશનમાં દક્ષાબેન સુરેશભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી

અન્ય સમાચારો પણ છે...