બેઠકમાં આક્રોશ:ઇડર-વડાલી તાલુકાના પશ્ચિમ પટ્ટાના ખેડૂતોને સિંચાઇનું પાણી નહીં મળે તો વોટ નહી ની ચીમકી

ઇડર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇડર વડાલીના પશ્ચિમ પટ્ટાના ખેડૂતોનીે સિંચાઇના પાણી મામલે વડાલી તાલુકામાં બેઠક મળી હતી - Divya Bhaskar
ઇડર વડાલીના પશ્ચિમ પટ્ટાના ખેડૂતોનીે સિંચાઇના પાણી મામલે વડાલી તાલુકામાં બેઠક મળી હતી
  • બંને તાલુકાના 25 થી વધુ ગામોના 200 થી વધુ ખેડૂતોની વડાલીના મઠ ભોજાયતમાં સિંચાઇના પાણી મામલે યોજાયેલી બેઠકમાં આક્રોશ

ઇડર અને વડાલી પશ્ચિમ વિસ્તારના 25 થી વધુ ગામોના 200થી વધારે ખેડૂતોની સિંચાઈના પાણી મામલે વડાલીના મઠ ભોજાયત રવિવારે બેઠક મળી હતી. જેમાં ઇડર અને વડાલી તાલુકાના ઉમેદપુરા, રતનપુર, કાવા, સમલાપુર,પ્રતાપપુરા, રણાસણ,લઈ,ભવાનગઢ ખાસકી વેરાવળ જનકપુરા, બાદરપુરા, અરસામડા વગેરે ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ કિસાન મહાસંમેલન 2022 ની બીજી બેઠક મળી હતી અને સિંચાઇના પાણી નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરાશે. ટ્રેક્ટરો ભરી ઈડર પ્રાંતમાં આવેદનપત્ર આપવાની ચીમકી ઉચ્ચારી હતી. ઇડર અને વડાલી પશ્ચિમ વિસ્તારના ખેડૂતો સિંચાઇના પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે સરકાર અને તંત્ર સામે પશ્ચિમ પટ્ટાના ખેડૂતોએ કિસાન મહાસંમેલન 2022 નું આયોજન કર્યું છે.

વડાલીના મઠભોજાયતમાં યોજાયેલ બેઠકમાં 200 થી વધુ ખેડૂતો હાજર હતા. સિંચાઇ વિભાગ દ્વારા ખેતી માટે ખેડૂતો સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે ધરોઇ ડેમનું પાણી અથવા નર્મદા કેનાલ થકી પાણી પૂરું પાડવાની અપીલ કરાઇ હતી. છેલ્લા કેટલાય સમયથી રાજકારણ વચ્ચે ગૂંચવાયેલા પાણીનો પ્રશ્ન વહેલી તકે જો પૂર્ણ કરવામાં નહીં આવે તો ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.

ગામમાં નેતાઓ માટે પ્રવેશબંધીના બોર્ડ લગાવો
સમિતિના પ્રમુખ ઇડરના પ્રતાપપુરાના ઇશ્વરભાઇ પટેલે જણાવ્યું કે આપણે કોઈ નેતાની જરૂર નથી અહીં બેઠેલા તમામ નેતા છે ગામની અંદર કોઈ નેતાને પેસવા ના દેતા પાણી આપો પછી ગામની અંદર આવો ફરી મિટિંગ થાય ત્યારે ટ્રેક્ટર લઈને આવવું અને સંખ્યા બળ સાથે આવવું.

તમામ નેતા જનતા વોટથી તાજા અને ઉજળા
ઇડરના સાબલવાડના હસમુખભાઈ બી પટેલે જણાવ્યું કે 18 થી 20 ગામમાં એક જ વાત પાણી નહિ તો વોટ નહિ ના બેનર ગામમાં લાગી જવા જોઈએ. કોઈપણ ધારાસભ્ય કે મંત્રી આવે તો આપણે બહુ પાવર થી વાત કરવાની છે. તમામ નેતા જનતા વોટ થી તાજા છે અને ઉજળા છે.

અન્ય સમાચારો પણ છે...