ઇડરમાં લાલોડા રોડ પર આવેલ નવી સિવિલના વર્ગ-4ના કર્મચારીને ઇડરના લાલોડા ગામના યુવકે જાતિવિષયક અપમાનિત કરતાં ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. ઇડરમાં લાલોડા રોડ ઉપર નવીન સિવિલ હોસ્પિટલમાં વર્ગ 4 ના કર્મચારી તરીકે રોહિતભાઈ નાનજીભાઈ માધાભાઇ પંડ્યા હાલ રહે. જૂની સિવિલ હોસ્પિટલ મૂળ વતની બડોલી તા. ઇડર 11 જૂને સિવિલની બહાર આવેલ બ્રહ્માણી ચા નાસ્તા હાઉસમાં ચા પીવા જતા હતા.
તે સમય દરમ્યાન લાલોડા ગામના સૌરભભાઈ જયંતીભાઈ પટેલ અચાનક એક્દમ ઉશ્કેરાઈને ચા પીવા આવતા રોહિતભાઈને જાતિવિષયક અપશબ્દો બોલી ને કહ્યું હતું કે મારી લાગવગના કારણે છૂટા કરાવી દઈશ તેમ કહી જાતિ વિષયક અપશબ્દો બોલતા સિવિલ હોસ્પિટલના વર્ગ-4ના કર્મચારી રોહિતભાઈએ લાલોડા ગામના સૌરભભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.