ઇડરના વસાઇની સીમમાંથી ત્રણ દિવસમાં 3 ખેડૂતોના ખેતરમાંથી 20 ચંદનના ઝાડની ચોરી થતાં ચકચાર મચી ગઇ છે. જો કે આ અંગે ખેડૂતોએ હજુ સુધી કે પોલીસ ફરિયાદ ન નોંધાવતાં અનેક તર્કવિતર્ક ઉભા થયા છે. બડોલીની સીમમાં ચંદનના ઝાડની ચોરી તાજેતરમાં થઇ હતી.
ફરી એકવાર ઇડરના વસાઈ ગામની સીમમાં આવેલ કેશુભાઈ દેસાઇ, અશોકભાઈ કાળુભાઇ અને શગુભાઈ કાળુભાઇના ખેતરમાંથી રવિ અને સોમવારની રાત્રી દરમિયાન 5 ચંદન ચોરો ચોરી ગયા હતા. બાદમાં બુધવારની રાત્રી દરમિયાન ખેતરની સીમમાંથી 15 જેટલાં ચંદનના ઝાડ ચોરી કરી ચંદનચોરો પલાયન થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. 20 ચંદનના ઝાડ ચોરાયા છતાં ખેડૂતો દ્વારા ફરિયાદ નોંધાવાઇ નથી.
ફોરેસ્ટ વિભાગની જટીલ પ્રક્રિયાના કારણે ખેડૂતો ફરિયાદ નોંધાવતા નથી: સરપંચ વસાઇ
વસાઈના સરપંચ નરેશભાઈ દેસાઇએ જણાવ્યું કે ખેડૂતોને ફરિયાદ નોંધાવવા કહ્યું હતું ફરિયાદ નોંધવા ખેડૂતો જાય છે તો ફોરેસ્ટ વિભાગની પ્રોસેસ જટીલ હોય છે કે ફોરેસ્ટ વિભાગ ને જાણ કર્યા પછી પણ ખેડૂતોનું કપાયેલું ચંદન ઝાડનું લાકડું પાછુ નથી મળતું અને ખેડૂત પાસેથી ચંદનનું કપાયેલું લાકડું મળે તો ખેડૂત સામે ફરિયાદ નોંધાય છ.ે છેલ્લા બે વર્ષ થી ખેૂતો એક્ટિવ થયા છે.
વસાઈ સીમની આજુબાજુમાંથી 100 જેટલાં ઝાડ કપાઈ ગયેલા છે ખેડૂતો બોલવા કે ફરિયાદ નોંધાવવા તૈયાર નથી ફોરેસ્ટ વિભાગ પંચનામું કરવા વડાલી બોલાવે છે અને હેરાનગતિ થાય છે ફોરેસ્ટ વિભાગ કે પોલીસ ફરિયાદ જાણ કરવા છતાં ખેડૂતોને ફાયદો નથી થતો.
સીસીટીવી ચેક કરાઇ રહ્યા છે: ઇડર પીઆઇ
ઇડર પીઆઈ એ.કે. જાડેજાએ જણાવ્યું કે ખેડૂતો તરફ થી કોઈ ફરિયાદ કે અરજી આપવામાં આવી નથી તેમ છતાં તાજેતરમાં થયેલ ચંદન ચોરીના બનાવોને પગલે વસાઈ ગામની અંદર આવતા જતા માર્ગો પર લાગેલ સીસીટીવી ફૂટેજ ચેક કરાઇ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.