ફરિયાદ:ઇડરના ભૂતિયામાં પ્લોટ પર દબાણ કરતાં લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ફરિયાદ

ઇડર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડીયાદરાના શખ્સે પ્લોટ પર પાકું બાંધકામ કરી દીધું

ઇડરના ભૂતિયામાં પ્લોટમાં કડિયાદરાના શખ્સે ગેરકાયદે દબાણ કરતાં લેખિતમાં રજૂઆત કરતાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાઇ હતી. ભૂતિયાના ગજેન્દ્રસિંહ મૂળસિંહ ભાટીએ કડિયાદરાના જશુભાઈ માધાભાઈ પ્રજાપતિ પાસે થી વર્ષ- 2011 માં ગામતળ 84/1(જૂના સર્વે નંબર 69/1 ) 116 ચો.મી પ્લોટ 10 હજારમાં લીધો હતો. પ્લોટ ઉપર બાંધકામ જરૂર ન હોવાથી પડી રહ્યો હતો. 1 વર્ષ પહેલા ગજેન્દ્રસિંહ ને જાણ થઈ હતી કે તેમના પ્લોટ ઉપર કડિયાદરાના લક્ષ્મણભાઈ મેવાભાઈ રબારી એ ગેરકાયદે પાયા પૂરી પાકું બાંધકામ કરવાનું ચાલુ કર્યું છે.

જેથી લક્ષ્મણભાઈને મૌખિક રજૂઆત કરી કહ્યું કે જશુભાઈ પાસેથી મેં પ્લોટ વેચાણ રાખ્યો છે તેમ કહતા લક્ષ્મણભાઈ અને તેમના દીકરા માણકાભાઈ રબારીએ બિભત્સ અપશબ્દો બોલ્યા હતા અને ગેરકાયદે રીતે કરેલા દબાણ કબ્જો કરી તેના ઉપર બાંધકામ કરી પતરાંનો શેડ મારી પાકું બાંધકામ કરી તેમાં ગાયો બાંધી દીધી હતી.

અવારનવાર રજૂઆત કરવા ગેરકાયદે રીતે કરેલ દબાણ ઉપર માલિકીની જગ્યા ધરાવતા ગજેન્દ્રસિંહને કબ્જો ન આપતાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ જિલ્લા કલેક્ટર કચેરી અને મેજિસ્ટ્રેટ કચેરીથી ગુનો દાખલ કરવા હુકમ કરતાં હુકમ આધારે ઇડર પોલીસ સ્ટેશનમાં કડિયાદરાના લક્ષ્મણ મેવાભાઇ રબારી સામે ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...