તપાસ:ઇડર નાગરિક બેંકમાંથી રું.10 લાખ ચોરાયાની 4 દિવસે ફરિયાદ નોંધાઇ

ઇડર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટ્રોંગરૂમમાં આવતા જતાં કેશિયર, સેવક સહિતની બેન્કે પૂછપરછ કરી

ઇડર નાગરિક સહકારી બેંકના સ્ટ્રોંગરૂમમાંથી રૂ.10 લાખ ઓછા થતાં બોર્ડ ઓફ ડિરેક્ટર તથા સભ્યોએ ન્યાયિક તપાસ કરવા માટે ઠરાવ કરી ઇડર પોલીસ સ્ટેશનમાં અરજી આપ્યા બાદ 4 દિવસે ફરિયાદ નોંધાવી હતી. તા.02-05-22 ના રોજ 3:50 વાગ્યે ઇડર નાગરિક સહકારી બેંકના કેશીયર મિલનભાઇ મગનભાઇ સગરે મેનેજર પ્રકાશભાઇને સ્ટ્રોંગરૂમમા બોલાવી સ્ટ્રોંગરૂમની તીજોરીમાં કેશ ઓછી હોવાનું જણાવતા મેનેજરે સીઇઓ મણીલાલ ભીખાભાઇ પટેલને સ્ટ્રોંગ રૂમમા બોલાવ્યા હતા.

તેમણે બેંકના એકાઉન્ટન્ટ બાબુભાઇ ડી.પટેલને બોલાવી તા.02-05-22 ના રોજ હાથ ઉપર તથા સ્ટ્રોંગ રૂમની તમામ કેશની ગણતરી કરવા સૂચના આપતા ગણતરી બાદ ઉઘડતી સિલક 1,08,21,635 હતી અને દિવસ દરમિયાન વિવિધ ખાતાઓમાં 27,95,360 જમા થયા હતા. કુલ રૂ.22,22,180ની ચુકવણી થતા કુલ સિલક રૂ.1,13,94,815 થવી જોઈએ તેને બદલે રૂ.1,03,94,815 થઇ હતી. ચલણી નોટોની ચકાસણી કરતાં 2000 ના દરની 500 નોટ કુલ રૂ.10,00,000ની ઘટ પ્રસ્થાપિત થયા બાદ બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા ફરિયાદ કરવા ઠરાવાયુ હતું.

બેંકના મુખ્ય કેશીયર મિલનભાઇ સગરના જણાવ્યાનુસાર સ્ટ્રોંગરૂમમાં બેંકના કાયમી સેવક મહેશભાઇ નારાયણભાઇ સગર તથા નિકેશભાઇ પોપટલાલ દોશી અને હંગામી સેવક કેવલભાઇ રમેશચંદ્ર રાવલ તેમજ બ્રિજેશભાઇ અશોકભાઇ પટેલ કેશીયરની મદદ માટે સ્ટ્રોમ રૂમમાં આવતા જતા હોય છે. તા.02-05-22 ના રોજ બેંકના ક્લોઝીંગ સમયે સ્ટ્રોંગરૂમમાં કેશ રોકડ રકમ મૂકવા મિલનભાઇ સગરની સાથે નિકેશભાઇ પી. દોશી હાજર હતા તે વખતે સ્ટ્રોંગરૂમની તિજોરીમાં રૂ.2000 ના દરની નોટોનું કુલ 10 બંડલની એક રીમ મૂકી હતી.

અન્ય સમાચારો પણ છે...