વિરોધ પ્રદર્શન:પગાર સહિતની પડતર માંગો મુદ્દે ઈડરમાં આંગણવાડી બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યું

ઇડર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તેડાઘર કાર્યકર બહેનો છેલ્લા 5 દિવસથી હડતાળ પર ઉતરી છે

સાબરકાંઠાની આંગણવાડી અને તેડાઘર કાર્યકર બહેનો છેલ્લા પાંચ દિવસથી હડતાળ પર ઉતરી છે. આંગણવાડી અને તેડાઘર કાર્યકર બહેનોનો 10 જેટલી વિવિઘ માગણીઓ ના સંતોષાતા મહિલા કાર્યકરો સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી છે. ત્યારે ઈડર તિરંગા સર્કલ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ રાજ્ય સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

બાળકનો જન્મ થાય તે પછી અને બાળક જન્મે ત્યારે પણ સાચા કર્મચારી તરીકે પોતાની ફરજ નિભાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડનાર આંગણવાડી અને તેડાઘર મહિલા કર્મચારી બહેનો છેલ્લાં કેટલાંક સમયથી પોતાની 10 જેટલી વિવિઘ માગણીઓને લઇ સરકાર સામે વિરોધ નોંધાવી રહી છે. બાળકના શિક્ષણનો પાયો અને માતાના ગર્ભથી લઇ જન્મ સુધી માતા અને બાળકની સંભાળ લેનાર બહેનોએ 1 તારીખથી અચોક્કસ મુદતે પોતાનાં કામથી અળગા રહી વિરોધ નોંધાવી રહી છે.

ત્યારે સાબરકાંઠા જિલ્લામાં 1914 આંગણવાડી કાર્યકર અને 1859 તેડાઘર બહેનોની માંગણી નાં સ્વીકારવામાં આવતાં હડતાળ નાં પાચમાં દિવસે બહેનોએ ઈડર ત્રિંરંગા સર્કલે ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...