ઇડરના લાલપુરની સીમમાં આવેલ ખેતરમાં શેઢા ઉપર ડ્રીપ ઇરીગેશનની નળીઓના 20 બંડલ કિં. 70હજારની કોઇ ચોરો ચોરી જતાં ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
લાલપુરના નારાયણભાઈ ગીરધરભાઈ પટેલની લાલપુરની સીમમાં આવેલ જમીનના ખાતા નંબર 408 અને 409 જમીનમાં તમાકુ વાવેલ હતી અને તમાકુ કાઢી લીધા પછી ડ્રીપ ઇરીગેશનની નળીઓના 20 બંડલ બનાવી ખેતરના શેઢા ઉપર વાળીને મૂકેલા હતા.
તા. 16 મે ના રોજ નારાયણભાઈ અને તેમના પત્ની ખેતીનું કામ પૂર્ણ કરી પોતાના ઘરે આવ્યા હતા બીજા દિવસે નારાયણભાઈ ખેતરે ગયા હતા ત્યારે શેઢા પર મૂકેલ નળીઓના 20 બંડલ ગાયબ હતા. જેથી આજુબાજુ તપાસ કરતાં નળીઓના બંડલ ન મળતા રૂ.3500 લેખે 20 બંડલના રૂ.70 હજારની ડ્રીપ ઇરીગેશનની નળીઓ કોઇ ચોરી ગયુ હોવા અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.