પોલીસ ફરિયાદ:ઇડરના મુડેટીની સીમમાં વાડામાંથી 27 ઘેટાંની ચોરી, બે રાજસ્થાની પિતરાઇ ભાઇઓના ઘેટાંની ચોરી

ઇડર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈડરના મુડેટીની સીમમાં વાડામાંથી 27 ઘેટાંની ચોરી થતાં ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. મુડેટીના દિનેશભાઇ નરપતભાઈ દેસાઈના ખેતરમાં રાજસ્થાનના જાલોર આહોરના વસનારામ કાળાજી રબારી અને તેમના ફોઈના દીકરા હંસારામ રૂપીજી રબારી ઘેટાં બકરા રાખી ગુજરાન ચલાવે છે.

વસનારામ રબારી પાસે 205 ઘેટાં બકરા અને હંસારામ રબારી પાસે 332 ઘેટાં બકરા વાડામાં હતા. તા. 1 મે ના રોજ વાડામા ઘેટાં બકરા પૂરી વસનારામ અને હંસારામનો પરિવાર રાત્રે સૂઈ ગયા હતા. તા. 2 મે ની વહેલી સવારે 4 વાગ્યાના સુમારે ઘેટાં બકરાનું દૂધ કાઢવા માટે ઉઠ્યા હતા ત્યારે ઘેટાંની ગણતરી કરતા વસનારામના 205 ઘેટાં બકરામાંથી 11 ઘેટાં અને હંસારામ રબારી 332 ઘેટાં બકરામાંથી 16 કુલ 27 ઘેટાં ઓછા હોવાથી ચોરી થઈ હોવાનું જણાયું હતું. વાડામાંથી 27 ઘેટાંની ચોરી થઈ હોવા અંગે ઇડર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...