ફરિયાદ:વિધવા વહુને સાસરિયાઓ દ્વારા મારી નાખવાની ધમકી

તિલકવાડા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરવા ગામે બનેલા બનાવમાં પોલીસ ફરિયાદ

તિલકવાડાના સુરવા ગામે વિધવા વહુ ને સાસરિયાઓ એ માર મારી જાનથી મારીનાખવાની ધમકી આપતા મહિલા એ ચાર વિરુદ્ધ તિલકવાળા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગત મુજબ ફરીયાદી પ્રવિણાબેન સંદિપભાઈ બાબુભાઇ બારીયા પોતાના પિયરમાંથી સાસરીના ઘરે આવતા તેમના સાસુ તેમજ ફુવા સસરાએ અહીંયા કેમ આવેલ છે.

તને રાખવાની નથી તું અહીંથી જતી રહે તેમ કહી ગમે તેવી ગાળો બોલી ઢીકાપાટુનો માર મારેલ અને લાકડી વડે ફરી. બહેન ને સપાટા મારી તથા મોઢાના ભાગે માર મારી હોઠમાંથી ચામડી ફાડી લોહી કાઢી ગમે તેમ ગાળો બોલી ઢિકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા કુલ ચાર આરોપીઓ (૧) રેવાબેન બારીયા (૨) ભાણાભાઇ બારીયા (3) જશીબેન બારીયા (૪) હેમંતભાઇ બારીયા વિરુદ્ધ તિલકવાળા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...