મતગણતરી સંપન્ન:તિલકવાડાની કે.એમ. શાહ હાઇસ્કૂલે લોકો ઉમટી પડ્યાં

તિલકવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી સંપન્ન થઇ

તિલકવાડા તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે પણ તાલુકાના વિવિધ 45 જેટલા મતદાન મથકો પર કડક પોલીસ બંદોબસ્ત મધ્યે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની કામગીરી સંપન્ન થતાં આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. તાલુકામાં 82.61 ટકા મતદાન નોંધાયું હતું.

વહીવટી તંત્રની દેખરેખ હેઠળ શ્રી કેએમ શાહ હાઈસ્કૂલ ખાતે આજ રોજ વહેલી સવારથી હાઇસ્કુલ બહાર ગ્રામ પંચાયતની ચૂંટણી ના સરપંચપદ અને સભ્યપદના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને કડક પોલીસ બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલમાં કે એમ શાહ હાઇસ્કુલ ખાતે વહેલી સવાર થિજ મત પેટીઓ ખોલી ને મતગણતરી હાથ ધરવામાં આવતા મોડી સાંજ સુધી આ ગણતરી ચાલુજ છે. લગ ભગ 70%થી વધુ કામગીરી થઇ છે છેલ્લા રાઉન્ડની કામગીરી હોવાનું જાણવા મળ્યું હતું. વિજેતા ઉમેદવારોએ ઉત્સવ મનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...