તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહોત્સવ:તિલકવાડા સામાજિક વનીકરણ રેન્જ અને એકલવ્ય સ્કૂલ દ્વારા વૃક્ષારોપણ કરીને વન મહોત્સવની ઉજવણી

તિલકવાડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા 10 વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવું જોઈએ

તિલકવાડા નગરના ગણસીદા કોલોની પાસે આવેલી એકલવ્ય સ્કૂલ ખાતે તિલકવાડા સામાજિક વનીકરણ રેંજ અને તિલકવાડા ભાજપા ના સહયોગ થી 150 થી વધુ વૃક્ષો વાવીને વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

હાલમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે વૃક્ષોની અછત જોવા મળી રહી છે ઓક્સીજનની જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે આવા સમયમાં વૃક્ષો વાવીને ઓક્સીજનની જરૂરિયાત પૂરી કરી શકાય છે જેમાં આજ રોજ તિલકવાડા નગરના એકલવ્ય સ્કૂલના પ્રાંગણમાં લીમડો નીલગીરી સહિત 150થી વધુ વૃક્ષોનું વાવેતર કરીને પ્રકૃતિને બચાવવા અને પર્યાવરણનું જતન થાઈ તે ઉદ્દેશ્ય સાથે વિવિધ પ્રકાર ના વૃક્ષોનું વાવેતર કરીને વન મહોત્સવ ઉજવ્યો હતો.

ઈમન્દન્સીમાં ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા વૃક્ષોનું વાવેતર જરૂરી
હાલના સમયમાં વૃક્ષોની ખુબ અછત જોવા મળી રહી છે. કોરોના મહામારીના સમય દરમિયાન ઓક્સિજનની જરૂરિયાત ઉભી થવા પામી હતી. ભવિષ્યમાં આવી જરૂરિયાતને પહોંચી વળવા માટે વૃક્ષો એ કુદરતી ઉપાય છે જેનાથી આ ઓક્સિજનની અછત પૂરી કરી શકાય છે જેથી દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા 10 વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. માત્ર એટલુું જ નહીં બાદમાં આ વૃક્ષોનું જતન કરવું જોઈએ જેથી આવનારી પેઢીઓ માટે ઓક્સિજન ની અછત ન પડે અને તેઓ સુખેથી જીવન જીવી શકે.> જે એ સોલંકી, તિલકવાડા ફોરેસ્ટર વિભાગના અધિકારી.

અન્ય સમાચારો પણ છે...