તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:મળશન ગામના ખેડૂતોને ખેતી કામે જવા રેલ્વેએ રસ્તો ન આપ્યો

તિલકવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તિલકવાડાના ગામોમાં રસ્તા મુદ્દે ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે

હાલ થોડા સમય અગાઉ ડભોઇ ચાણોદ કેવડીયા વચ્ચે રેલવેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કરોડો રૂપિયાના ખર્ચે રેલવે લાઇન નાખવામાં આવી હતી. પણ કેટલાક વિસ્તારોમાં ખેતી કામ અર્થે આવવા જવા માટે રસ્તાની સમસ્યા ઉઠीી હતી. જેમાં તિલકવાડા તાલુકાના મળશન ગામ નજીક રેલવે લાઇન પડતા અંદાજીત 40 જેટલા ખેડૂતોની 300 એકર જેટલી જમીનમાં ખેતી કામ અર્થે અવર જવર માટે રસ્તાની સમસ્યા ઊભી થતાં થોડા દિવસ અગાઉ મળશન વડિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરીને તિલકવાડા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...