તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર દોડતું:તિલકવાડાના મરસણ ગામે રેલવે ગરનાળાથી લોકોને થતી મુશ્કેલી મુદ્દે તંત્રની ટીમ મુલાકાતે

તિલકવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામચલાઉ સુવિધા થકી મુશ્કેલી દૂર કરાઇ : ભાસ્કરના અહેવાલને પગલે તંત્ર દોડતું થયું
  • રેલ્વેતંત્ર અને જિલ્લા પ્રશાસનની સંયુક્ત ટીમે ગ્રામજનો સાથે લોકો સાથે ચર્ચા કરી

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના મોજે મરસણ ગામની સીમમાં ડભોઇ-કેવડીયા રેલ્વે લાઇનની આસપાસ રેલ્વે લાઇનના ગરનાળાને લીધે ચોમાસાની ઋતુમાં ખેડૂતો-ગ્રામજનોને અવર-જવર માટેના રસ્તાની સમસ્યા વિશે દિવ્યભાસ્કર અખબાર માં અહેવાલ પ્રસિદ્ધ થતા જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું હતું અને આ અહેવાલ અંગે રાજપીપલાના પ્રાંત અધિકારી એ જણાવ્યું હતું કે, આ સમસ્યાના નિવારણ માટે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહની સૂચના મુજબ વડોદરા રેલ્વે વિભાગના ડી.આર.એમ. તરફથી રેલ્વેના ચીફ એન્જિનીયર સહિતના અધિકારીઓ અને નર્મદા જિલ્લા વહિવટીતંત્રના રાજપીપલાના પ્રાંત અધિકારી અને તિલકવાડાના મામલતદારની ટૂકડી દ્વારા સંયુક્ત રીતે મરસણ-વડીયાકાળા ગામના આગેવાનો-ગ્રામજનો-ખેડૂતોની હાજરીમાં સ્થળ મુલાકાત કરવામાં આવી હતી, જેમાં રેલ્વે તંત્ર તરફથી તાત્કાલિક ધોરણે મરસણ ગામે નવું ગળનાળુ મંજૂર કરવામાં આવ્યું છે.

અને તેની ટેન્ડર પ્રક્રિયા રેલ્વે તંત્ર તરફથી હાથ ધરવામાં આવી છે. નવા ગળનાળાની સુવિધા જ્યાં સુધી ઉભી ન થાય ત્યાં સુધી સબ-મર્શીબલ પંપ દ્વારા પાણીનો નિકાલની કામચલાઉ વ્યવસ્થા સાથે રસ્તાની સુવિધા રેલ્વે તંત્ર તરફથી ઉભી કરવામાં આવી. રેલ્વે વિભાગના જે જગ્યાએ ગળનાળા છે ત્યાં રેલ્વે તંત્ર તરફથી સબ-મર્શીબલ પંપ દ્વારા પાણીના નિકાલ માટેની કાયમી વ્યવસ્થા ઉભી કરવાની જોગવાઇનો પણ ઉક્ત ટેન્ડરમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...