ભંગાણ:મરસણ માઇનોરમાં મોટું ગાબડું, સપ્લાય ગેટથી 100 મીટરે ગરનાળુ તૂટી જતા પાણી બંધ કરાયું

તિલકવાડા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તિલકવાડા પંથકમાં સિંચાઈ માટે પાણી મળવાની કાગડોળે રાહ જોતા ધરતીપુત્રો નિરાશ

સરદાર સરોવરની મેઈન કેનલ માંથી ટીકલ્ટી વાડિયા ડિસ્ટ્રી નીકળી દેવલિયા sou રોડ ભાદરવા પાસે ક્રોસ કરી કોયારી ગામ તરફ જતા 100 મી.નાં અંતરે વોટર સપ્લાય ગેટ આવેલછે ત્યાંથી આશરે 100 થી 200 મી.ના અંતરે જે ગરનાળુ મુકવામાં આવેલછે તે દર વર્ષ ની માફક આવશે પણ તૂટી ગયું છે.જેની સમય સર રજુઆત કરતાં સત્તાવાળા આવી જોઈ ગયા હતા.પણ રીપેરિંગ કામ થયું ન હોય પાણી મળતું નથી. અને ખેડૂતોનો ઉભો પાક સુકાઈ રહ્યો છે.

આ બાબતે પીયત સ.મડીલી ના હોદેદારો, ખેડુતો, ગામ આગેવાનો વિ.એ અનેક રજુતો કરી છે પણ નિગમના રીઢા કર્મીઓનું પેટનું પાણી પણ હાલતુ નથી. ધરતીપુત્રોનું કહેવું છે કે આ માઇનોર જ્યારથી થઇ છે ત્યારથી તેના છેડા (ટેલ ) સુધી પાણી ગયુંજ નથી.માંડ એકાદ કિ.મી.જેટલાં વિસ્તારમાં મળ્યું હોય.ખેડૂતો નુ કહેવું છે કે તાત્કાલિક પાણી મળે તે માટે જરૂરી પાઇપો મુકીમે પણ અમને પાણી આપો.જો આ સિઝન અમારી ફેઈલ થશે તો અમારે તરતજ અસર થાય તેવો કાર્યક્રમ આપવો પડશે.

અમારા પર પડતાપર પસતું ની જેમ કમોસમી વરસાદ પછી અઢળક ધૂમસ પડતા કપાસ તુવેર મા આવેલ ફળ,ફૂલ,ભમરી બધુજ ખરી પડ્યું છે. હવે કોઈ આશા રહી નથી.પાણી મળે ને નવો ફાલ આવે અને તો જ થોડી રાહત થાય. હજી મોડું થયું નથી.વિકાસ ની વાતો કરતી સરકાર અમને આંદોલન કાવાની ફરજ ન પાડે.વિગેરે વિગેરે બોલતા સાંભળાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...